////

કોંગ્રેસ ભવનમાં કોરોનાનો પગપેસારો, 6 કર્મચારીઓ થયા કોરોનાગ્રસ્ત

રાજ્યમાં કોરોના વાઈરસનો કહે હજુ યથાવત જ છે, ત્યારે કોંગ્રેસ ભવનમાં કોરોનાનો પગપેસારો થયો છે. કોંગ્રેસ ભવનમાં ફરજ બજાવતા છ કર્મીઓને કોરોના પોઝિટીવ આવ્યો છે. આ પગલે ત્યાં કામ કરતા અન્ય કર્મીઓ તેમજ અવરજવર કરતા લોકોમાં ભયનો માહોલ ફેલાયો છે.

કોંગ્રેસ ભવનમાં ઓફિસ સુપરિન્ટેન્ડેન્ટ રાજુ કુસુમગર સહિત છ કર્મીનો કોરોના વાયરસનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. જેમાં ભવનનાં એકાઉન્ટ વિભાગમાં ત્રણ કર્મી, સુપરિન્ટેન્ડેન્ટ ઓફિસમાં બે અને અન્ય એક કર્મી સામેલ છે. જોકે ગુજરાત વિધાનસભાની આઠ બેઠકોની પેટા ચૂંટણી અને સ્થાનિક સ્વરાજની ચૂંટણીને કારણે કોંગ્રેસ ભવનમાં મોટી સંખ્યામાં લોકો આવી રહ્યાં હતા.

આપને જણાવી દઈએ કે, થોડા સમય પહેલા ભાજપના કમલમમાં પણ કોરોનાનો વિસ્ફોટ થયો હતો. પ્રદેશ કાર્યાલય કમલમનાં કાર્યાલય પ્રધાન પરેશ પટેલ, મહિલા મોરચાના કાર્યાલય પ્રધાન મોના રાવલ, ટેલિફોન ઓપરેટર રાકેશ પંડ્યા, સફાઇ કર્મચારીઓને લાવનાર ડ્રાઇવર, 2 સફાઇ કર્મચારી સહિત કોરોના પોઝિટિવ આવ્યા હતા. આ તમામને કોરોના પોઝિટિવ આવતા કાર્યાલયની ઓફીસ બહાર રિબિન લગાવીને બેરિકેટ લગાવી દેવામાં આવ્યા હતા.

Leave a Reply

Your email address will not be published.