ગુજરાતમાં ૩ કોરોનાના કેસ પોઝીટીવ આવતા દોડાદોડ મચી જવા પામી છે. ત્યારે હજી કોરોનાનો આંક વધી શકે તેવી સંભાવનાઓ રહેલી છે. જોકે ગુજરાતના સુરતમાં-૧, રાજકોટમાં-૧ કોરોનાનો કેસ નોંધાયો છે. પરંતુ હવે સત્તાવાર રીતે અમદાવાદ અને વડોદરામાં પણ કોરોનાનો કેસ નોંધાયો હોવાની જાણકારી મળી છે. કોરોનાના લક્ષણો ધરાવતા દર્દીને તાત્કાલિક સારવાર માટે આઇશોલેશન વોર્ડમાં ખસેડવામાં આવ્યા છે. તેમજ કોરોનાના દર્દીઓ જેટલી જગ્યાએ બહાર ફર્યા તેમજ તેમજ સગા-સંબંધીઓની પણ કોરોના વાયરસનો ચેપ લાગ્યો કે નહીં તેની તપાસ માટે તેમણે પણ ખસેડવામાં આવ્યા છે. સરકાર કોરોનાને લઇને સર્તકતા દાખવી રહી છે. પરંતુ કોરોના વાયરસનો હવે ગુજરાતમાં પણ પગ પેસારો થઇ ચૂકયો છે. જે અત્યંત ચિંતાજનક બાબત છે. કોરોનાનો પોઝીટીવ કેસ વડોદરામાં ૧ અને અમદાવાદમાં ૨ કેસ નોંધાયો હોવાની સત્તાવર માહિતી નાયબ મુખ્યમંત્રી નીતીન પટેલે આપી છે. જો ગુજરાત રાજયની વાત કરીએતો રાજયમાં ટોટલ કોરોના વાયરસના ૫ કેસ પોઝિટીવ અત્યાર સુધીમાં નોંધાયા છે. જેથી ગુજરાત સરકાર વધુ સર્તક બની છે.
ઉલ્લેખનીય છે કે, રાજયમાં અત્યાર સુધીમાં કોરોનાના ૫ કેસ નોંધાયા છે.
વડોદરામાં-૧, રાજકોટમાં-૧, સુરતમાં-૧ અને અમદાવાદમાં-૨ કેસો નોંધાયા છે