રાજ્યમાં કોરોના વાયરસના વધુ 7 કેસ આજે પોઝિટિવ આવતા હાહાકાર મચી જવા પામ્પો છે. ગુજરાતમાં સૌથી વધુ પોઝિટીવ દર્દીઓના કેસ અમદાવાદમાં નોધાયા છે.તો અમદાવાદમાં લોકલ ટ્રાન્સમિશન કેસમાં ચિંતાજનક વધારો ઈ રહ્યો છે જેમાં નવા 7 કેસ પૈકી 6 કેસ લોકલ ટ્રાન્સમિશનના હોવાનું સામે આવ્યું છે. જેથી સાબિત થાય છે કે હવે કોરોના લોકલ ટ્રાન્સમિશનના સ્તરે ફેલાઈ રહ્યો છે. અમદાવાદમાં 7 વર્ષની બાળકીનો રિપોર્ટ પોઝિટિવ આવતા હડકંપ મચી જવા પામ્યો છે. ઉલ્લેખનીય છે કે અત્યાર સુધી કોરોનાથી રાજ્યમાં 8 લોકોના મોત થયા છે. અમદાવાદમાં નોંધાયેલા પોઝિટીવ કેસોની સંખ્યામાં એક 7 વર્ષની બાળકી કોરોનાગ્રસ્ત બનતા લોકોમાં ફફડાટ વ્યાપી ગયો છે. 6થી વધુ કેસ લોકલ ટ્રાન્સમિસનના છે, પરંતુ માહિતી પ્રમાણે 7 પોઝિટીવ કેસમાંથી એક વ્યક્તિ દિલ્હીથી આવ્યો હતો. માહિતી પ્રમાણે અમદાવાદમાં દિલ્લીથી આવેલા તબલીગી જમાતની અસર જોવા મળી રહી છે.
તો આ 7 કેસમાંથી 5 કેસમાં તબલીગી કનેક્શન સામે આવ્યું છે. દિલ્હી જમાતમાં ગયેલા વ્યકિતના 5 લોકો સંપર્ક આવ્યા હતા. સંપર્કમાં આવેલા પાંચેય લોકો કોરોના પોઝિટિવ આવ્યા છે. ઉલ્લેખનીય છે કે, અમદાવાદમાં અત્યાર સુધીમાં 38 કેસ નોંધાયા છે. અમદાવાદના કાલુપુર ભંડેરી પોળમાં 4 કેસ નોંધાયા છે. અમદાવાદના કાલુપુર મલેકશાહ દરગાહ વિસ્તારમાં 1 કેસ નોંધાયો છે. જ્યારે અમદાવાદના બાપુનગરમાં 2 પોઝિટિવ કેસ નોંધાયા છે. આ સિવાય ગુજરાતમાં પોઝિટિવ કેસનો આંક 95 પર પહોંચી ગયો છે. ત્યારે તંત્ર સજાગ થઈ ગયું છે અને લોકોને ચુસ્ત લોકડાઉનનું પાલન કરાવવા માટે બનતા તમામ પ્રયાસો કરવામાં આવી રહ્યા છે.