ચીનનો કોરોના વાયરસ ધીમેધીમે આગળ વધી રહ્યો છે સમગ્ર દેશ અને દુનિયામાં હાહાકાર મચાવનાર કોરોના વાયરસના કારણે અનેક લોકો ના જીવ તાળવે ચોંટી ગયા છે ત્યારે સમુદ્ર પરિવહન કરતા જહાજો અને કાર્ગો જહાજો પર તંત્ર અને સુરક્ષા એજન્સીઓ બાઝ નઝર રાખી રહી છે.

આજે વહેલી સવારે ચીનથી કંડલા તરફ આવતા જહાજ ની સુરક્ષા એજન્સીઓ એ તપાસ શરૂ કરી હતી ચીન થી ભારત આવી રહેલું CUIYUN નામનું કાર્ગો જહાજ કંડાલ બંદર તરફ આવી રહ્યું હતું ત્યારે સમુદ્રમાં આ જહાજ ને રોકીને સુરક્ષા એજન્સીના જવાનોએ જહાજમાં સવાર કરી મેમ્બરોની મેડિકલ તાપસ શરૂ કરી છે. સમુદ્રમાં દેશ અને દુનિયાના જહાજોની અવરજવર પાર હવે સુરક્ષા એજન્સીઓ મીટ માંડીને બેઠું છે અને કોરોના વાયરસના દર્દીઓ ભારત માં આવી ન જાય અને વાયરસ ભારત માં વધુ ના ફેલાય તેમાટે તંત્ર પણ સજ્જ થઇ ગયું છે પૂર્વ ત્યારી કરી રહ્યું છે.