///

દેશમાં કોરોનાની ગતિ ધીમી પડીઃ કેસોમાં સતત ઘટાડો નોંધાયો

નવી દિલ્હીઃ નવરાત્રીના તહેવારો વચ્ચે દેશમાં કોરોના વાયરસની ગતિ ધીમી પડી રહી છે ત્યારે છેલ્લા 24 કલાકમાં દેશની કોરોનાની સ્થિતિ અંગે વાત કરીએ તો 24 કલાકમાં દેશમાં કોરોના વાયરસના 14 હજાર 313 નવા કેસ નોંધાયા છે જ્યારે 181 લોકોનાં મોત થયા છે. જ્યારે આજે નવા કેસની સામે 29 હજાર 579 લોકો સાજા થઈને પરત ઘરે ગયા છે. કોરોનાની બીજી લહેર માર્ચ મહિનાથી શરૂ થઈ ત્યારથી લઈને અત્યારસુધીના આ સૌથી ઓછા કેસ છે.

આ આંકડા મુજબ દેશમાં હાલમાં 2 લાખ 14,900 દર્દીઓ કોરોના વાયરસના એક્ટિવ કેસ તરીકે સારવાર લઈ રહ્યા છે જ્યારે અત્યારસુધીમાં 33 લાખ 20 હજાર 57 લોકો સાજા થયા છે. જોકે, દેશમાં અત્યારસુધીમાં કોરોનાના કારણે સરકારી ચોપડે 4 લાખ 50 હજાર 963 લોકોનાં મોત પણ થઈ ચુક્યા છે. ગુજરાતમાં કોરોના કેસમા સ્ટેબલ એક્ટિવ કેસની સંખ્યા 169

સ્વાસ્થ્યમંત્રાલયના જણાવ્યા મુજબ દેશમાં એક્ટિવ કેસમાં 12 હજાર 447 કેસની ઘટ થઈ છે. અત્યારસુધીમાં દેશમાં કોરોનાના કુલ કેસની સંખ્યા 3 કરોડ 39 લાખ 85 હજાર 920 થઈગઈ છે. આઈસીએમઆરના મતે અત્યારસુધીમાં દેશમાં 58 કરોડ 50 લાખ, 38 હજાર 43 સેમ્પલ્સની તપાસ કરવામાં આવી ચુકી છે. સોમવારે દેશમાં 59 લાખનું રસીકરણ થયુ છે.

સોમવારના સાંજના આંકડા મુજબ ગુજરાતમાં 21 નવા કેસ અને શૂન્ય મૃત્યુ નોંધાયા છે. જ્યારે પંજાબ હરિયાણામાં 26 કેસ છે જેમાં હરિયાણાના 7 અને પંજાબના 19 કેસનો સમાવેશ થાય છે. મહારાષ્ટ્રમાં પણ અત્યારસુધીના સૌથી ઓછઆ 1736 નવા કેસ નોંધાયા છે. જ્યારે મુંબઈમાં આ કેસનો આંકડો 500ની નીચે ગયો છે. જે અત્યારસુધીના સૌથી ઓછા કેસ છે. પ્રતીકાત્મક તસવીર

સોમવારે દેશમાં સૌથી વધુ કેસ કેરળમાં નોંધાયા છે.કેરળમાં નવા 6996 કેસ નોંધાયા છે જ્યારે 84 દર્દીઓનાં મોત થયા છે. તેની સામે રાજ્યમાં મૃતકોની સંખ્યા 10,691એ પહોંચી છે. આંધ્રપ્રદેશમાં નવા 310 કેસ અને બે મોત નોંધાઈ છે. તેલંગાણામાં નવા 183 કેસ નોંધાયા છે જ્યારે બે મોત થઈ છે. આસામમાં નવા 270 કેસ નોંધાયા છે અને પાંચ મોત થઈ છે. દિલ્હીમાં સોમવારે નવા 23 કેસ નોંધાયા છે.

Leave a Reply

Your email address will not be published.