//

કોરોનાએ અમેરિકાને લીધું બાનમાં, વધુ 2 ગુજરાતીના મોત

મહામારી કોરોનાએ મહાસત્તાને ભરડામાં લીધું છે. અમેરિકામાં છેલ્લાં 24 કલાકમાં 1973 લોકોનાં મોત થયા છે. અત્યાર સુધીમાં કોરોનાને કારણે અમેરિકામાં 14 હજારથી વધુ મોત થયા છે. અમેરિકામાં વસતા વડોદરાનાં વધુ બે વ્યક્તિનાં મોત થયા છે. વડોદરાના વાસણા વિસ્તારનાં પંકજ પરીખનું અમેરિકામાં મોત થયું છે પંકજ પરીખ છેલ્લા 8 મહિનાથી અમેરિકામાં રહેતાં હતાં. નિઝામપુરા વિસ્તારનાં ચંદ્રકાન્ત અમીનનું પણ મૃત્યુ થયું છે.ચંદ્રકાન્ત અમીન 24 વર્ષથી યુએસમાં રહેતાં હતાં. બંને વ્યક્તિ અમેરિકાનાં ન્યુજર્સીમાં રહેતાં હતાં.અત્યાર સુધી વડોદરાનાં 4 વ્યક્તિનાં અમેરિકામાં મોત થયા છે.

Leave a Reply

Your email address will not be published.