///

કોરોના ટીમને દિવાળી દરમિયાન મળતી રજાઓ કરાઈ રદ

રાજ્યમાં હાલ કોરોનાના કેસમાં વધારો થયો છે. તો દિવળી પર્વ આવતા તેમાં કોરોના વાઈરસમાં વધારો ન થાય તે માટે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા કોરોનાની ટીમની દિવાળીમાં આવતી રજાઓ રદ કરવામાં આવી છે. દિવાળીના તહેવાર નિમિત્તે લોકોને હોસ્પિટલની સુવિધા મળી રહે તે માટે આ નિર્ણય લેવામાં આવ્યો છે. તો સાથે જ દિવાળી દરમિયાન દાઝી જવાના કેસો વધુ આવતા હોવાથી તે સમય દરમિયાન દર્દીઓને સુવિધા મળી શકે તેવી વ્યવસ્થા પણ કરવામાં આવી છે.

આ અંગે આજે મળેલી સ્ટેન્ડિંગ કમિટીમાં શહેરના વિકાસ અંગેના કામોની મંજુરી પણ આપવામાં આવી હતી. જેમાં શહેરમાં આવેલા વેજલપુર વિસ્તારમાં ત્રણ કરોડના ખર્ચે વાંચનાલય તેમજ જિમ્નેશિયમ બનાવવામાં આવશે. તો સાથે જ આ વાંચનાલય સેન્ટ્રલ એર કન્ડીશન હશે. તેમજ 12.14 કરોડના ખર્ચે સ્ટેડિયમ વોર્ડના રસ્તાઓ કરવાના કામને પણ મંજૂરી આપવામાં આવી છે.

આ ઉપરાંત સ્ટેડિયમ વોર્ડના રસ્તાઓને પણ રિસરફેસ કરવામાં આવશે. અમદાવાદ-મુંબઈ બુલેટ ટ્રેન પ્રોજેક્ટ માટે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશને બે પ્લોટ બુલેટ ટ્રેન પ્રોજેક્ટને આપવાનો અને કમિટી દ્વારા ઠરાવ કરાયો છે. શહેરના શાહીબાગ તેમજ અસારવા વિસ્તારના 2 પ્લોટ બુલેટ ટ્રેન પ્રોજેક્ટને આપવામાં આવશે. અસારવામાં જે પ્લોટ આપવાનો છે ત્યાં રેન બસેરા પણ આવેલું છે. જો જરૂર પડશે તો અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા તોડી નાખવામાં આવશે અને અન્ય જગ્યા પર તેને ખસેડવામાં પણ આવશે.

Leave a Reply

Your email address will not be published.