////

જડબેસલાક સુરક્ષા: વડાપ્રધાન મોદીની સિક્યુરિટી માટે તૈનાત તમામનો કોરોના ટેસ્ટ ફરજીયાત

વડાપ્રધાન નરેન્દ્ર મોદી ગુજરાતના બે દિવસના પ્રવાસે આવ્યા છે. ત્યારે આ વચ્ચે કોરોના વાઇરસના કહેરને પગલે સુરક્ષામાં તૈનાત તમામ કર્મચારીઓના કોરોના ટેસ્ટ ફરજીયાત કર્યા છે.

વડાપ્રધાન મોદીના રાજ્યમાં બે દિવસના પ્રવાસને લઇને ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે. વડાપ્રધાન મોદીની સુરક્ષામાં 1500થી વધુ સુરક્ષા કર્મીઓ અમદાવાદ ખાતે તૈનાત છે. જેમાં વડાપ્રધાનની સુરક્ષામાં તૈનાત રહેનારા જવાન કોરોના સંક્રમિત ન થાય તેની પુરી તકેદારી રાખવામાં આવી રહી છે. જેના પગલે સુરક્ષા જવાનોના કોરોના ટેસ્ટ પણ ફરજીયાત છે. VVIP ગેટની બહાર જ સુરક્ષાકર્મીઓ માટે ટેસ્ટ કરવાનું ડેસ્ક બનાવવામાં આવ્યું છે. જ્યાં સુરક્ષાકર્મીઓના ટેસ્ટ કરવામાં આવી રહ્યા છે.

Leave a Reply

Your email address will not be published.