//

બહાર ફરવા ગયેલા સુરતીલાલાઓને કોરોના ટેસ્ટીંગ બાદ જ પ્રવેશ મળશે

રાજ્યના અનેક શહેરોમાં કોરોનાનું સંક્રમણ વધી રહ્યું છે. જેના પગલે અમદાવાદમાં કર્ફ્યૂ બાદ હવે ગુજરાતના મોટા શહેરોએ તકેદારીના પગલા લેવાની શરૂઆત કરી છે. અન્ય જિલ્લાઓનું તંત્ર પણ સતર્ક થઈ ગયું છે. તેવામાં અમદાવાદ આવતી જતી તમામ એસટી બસો પર પ્રતિબંધ મૂકાયો છે. ત્યારે હવે સુરત પાલિકા દ્વારા મહત્વનો નિર્ણય લેવાયો છે. બીજા શહેરોમાંથી સુરત ખાતે આવતા તમામ લોકોનું કોરોના ટેસ્ટીંગ ફરજિયાત કરવામાં આવશે.

સુરતના ઓફિશિયલ ટ્વિટર હેન્ડલ પરથી ટ્વીટ કરવામાં આવી છે. સુરત મહાનગરપાલિકાના કમિશ્નર બંછાનિધિ પાની દ્વારા જાહેરાત કરાઈ છે કે, તહેવારો બાદ સુરત આવતા તમામ લોકોનો કોરોના ટેસ્ટ કરાશે. દિવાળીમાં બહાર ગયેલા લોકોનું સુરતમાં પ્રવેશ થતા જ તે સમયે ટેસ્ટિંગ થશે. કોવિડની સ્થિતિમાં સંક્રમણને ધ્યાને લઇ આ નિર્ણય લેવામાં આવ્યો છે.

અમદાવાદમાં હાલ કોરોનાનું સંક્રમણ વધુ હોવાથી અમદાવાદ આવતી જતી તમામ બસ પર પ્રતિબંધ મૂકાયો છે. ત્યારે સુરતથી અમદાવાદ જતી એસટી બસો પર પણ પ્રતિબંધ મૂકાયો છે. અમદાવાદ કર્ફ્યૂને કારણે આ નિર્ણય લેવાયો છે. તો સાથે જ અન્ય જગ્યા પરની બસ ડાયવર્ટ કરાશે. સોમવારે સવારે 6 કલાક સુધી એસટી બસ પર પ્રતિબંધ મૂકાયો છે.

Leave a Reply

Your email address will not be published.