/

Breaking News કોંગ્રેસના ધારાસભ્યો ગુજરાત આવે તે પહેલા કોરોના ટેસ્ટ કરાયા

છેલ્લા ઘણા દિવસ થી રાજ્યસભાની ચૂંટણીની રામખાંને લઇને ગુજરાત કોંગ્રેસના ધારાસભ્યોને લઇ હાઇકમાન્ડ તમામ ધારાસભ્યોને લઇ જયપુર રિસોર્ટ માં હતી ત્યાંથી આજે તમામ ધારાસભ્યોને ગુજરાત લાવવાની પ્રક્રિયા ચાલી રહી છે તે પૂર્વે આજે તમામ ધારાસભ્યોના કોરોના ટેસ્ટ લેવામાં આવ્યા હતા કોંગ્રેસ ધારાસભ્યોના કોરોના ટેસ્ટ કરાયા બાદ આજે સાંજે તમામ ધારાસભ્યો  ગુજરાતમાં પરત ફરશે અને બાદ માં જનતા વચ્ચે જશે.

રાજસ્થાન સરકારના આરોગ્ય વિભાગે ધારાસભ્યોનું કોરોના ટેસ્ટ ચેકીંગ કર્યું હતું તેમાં સફળતા બાદ આજે તમામ ધારાસભ્યો ને વિધાય આપવા માં આવનાર છે  છેલ્લા 10 દિવસથી કોંગ્રેસના ધારાસભ્યો જયપુર રિસોર્ટ માં છે કોઈ ધારાસભ્યંને કોરોનાના લક્ષણ કે અસર નથી તેની પુરી કાળજી લીધા બાદ આજે સાંજે ખાસ વાહન મારફત તમામ ધારાસભ્યોને ગુજરાત લાવવા માં આવનાર છે  આજે અમદાવાદ આવી રહેલા ધારાસભ્યો કોરોના રિપોર્ટનું સર્ટિફિકેટ સાથે લઈને આવશે જેથી આવનાર ધારાસભ્યોને કોરોનાના પુનઃ ટેસ્ટ કરાવવા ના પડે અને સીધાજ લોકોની જ સેવા આ જઈ શકે તેવા પ્રયન્ત હાથ ધરવા માં આવી રહ્યા છે જોકે રાજ્યના નાયબ મુખ્યમંત્રીએ નીતિન પટેલે અગાઉ  કોંગ્રેસના ધારાસભ્યોનું કોરોના ટેસ્ટ કરવાનું નિવેદન આપ્યું હતું તેને કોંગ્રેસે સમર્થન આપ્યું છે અને કોઈ ધારાસભ્યોને કોરોના વાયરસની અસર છે કે નહીં તેની ખાતરી સાથે સર્ટિફિકેટ લઇ ગુજરાત આવશે.

Leave a Reply

Your email address will not be published.