/

Breaking News : કોરોનાથી રાજ્યમાં ત્રીજું મોત, પોઝિટિવ કેસની સંખ્યા વધીને 43

કોરોનાના કારણે અમદાવાદમાં બીજા અને રાજ્યના ત્રીજા દર્દીનું મોત થયું છે. મહત્વની વાત છે કે રવિવારે એક દર્દીનું સુરતમાં કોરોનાના કારણે મૃત્યુ થયું હતું તો ગઈ કાલે રાત્રે અમદાવાદમાં પ્રથમ દર્દીનું મોત થયું છે. સુરત બાદ ગુજરાતમાં અમદાવાદના 2 દર્દીના મોત સમાચારથી ખળભળાટ મચી ગયો છે. ગુજરાતમાં અત્યાર સુધી કોરોનાના 3 દર્દીઓના મોત થયા છે. મહત્વની વાત છે કે ગુજરાતમાં કૉરોનાનો કહેર યથાવત છે રાજ્યમાં કુલ 43 પોઝિટિવ કેસ નોંધાયા છે. અમદાવાદમાં 17, સુરતમાં 7, વડોદરામાં 8, રાજકોટમાં 4, કચ્છમાં 1, ભાવનગરમાં 1 અને ગાંધીનગરમાં 7 કેશ પોઝિટિવ નોંધાયા છે તો ત્રણના મોત અત્યાર સુધીમાં નોંધાયા છે.

Leave a Reply

Your email address will not be published.