///////

વડાપ્રધાન મોદીના આગમન પહેલા જ બંદોબસ્તમાં રહેલા 10 જવાનો કોરોના પોઝિટિવ

વડાપ્રધાન નરેન્દ્ર મોદી આવતીકાલથી બે દિવસના ગુજરાત પ્રવાસે છે. તે દરમિયાન વડાપ્રધાન મોદી કેવડિયા કોલોની ખાતે સી પ્લેનમાં જવાના હોવાથી ત્યાં સુરક્ષાનો હવાલો સંભાળતા જવાનોનો કોરોના ટેસ્ટ કરવામાં આવ્યો હતો. જેમાં જવાન પોઝિટવ હોવાનું સામે આવ્યુ હતું.

વડાપ્રધાન મોદી 31 ઓક્ટોબરના રોજ સી પ્લેનનું ઉદ્ધાટન કરવાના છે. જેમાં શહેરના એક્તા પરેડ ગ્રાઉન્ડ ખાતે જવાનોનો કોરોના ટેસ્ટ કરવવામાં આવ્યો હતો. જેમાં દસ જવાન કોરોના પોઝિટિવ હોવાનું સામે આવતા વહીવટીતંત્ર હરકતમાં આવી ગયુ હતું.

કોરોના પોઝિટિવ થયેલા દસ જવાનને રાજપીપળા ખાતેની હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા છે. કોરોનાના વ્યાપને જોતાં આવતીકાલે વડાપ્રધાન મોદીના આગમનને પૂર્વે પણ સુરક્ષામાં રહેલા જવાનો અને વહીવટીતંત્રના કર્મચારીઓનો વધુ એક ટેસ્ટ કરવામાં આવી શકે છે.

Leave a Reply

Your email address will not be published.