/

કોરોનાએ લીધો વધુ એક એક્ટરનો જીવ, હોસ્પિટલમાં થયું નિધન

કોરોના વાયરસની મહામારીના કારણે આજે સમગ્ર દેશ દહેશતમાં છે દુનિયાભરમાં ફેલાઈ ચુકેલા કોરોના વાયરસને મહામારી ઘોષિત કરવામાં આવ્યું છે. તો આજે સમગ્ર વિશ્વ કોરોના ઝપેટમાં છે. દુનિયાભરમાં કોરોનાએ અત્યાર સુધી 34 હજાર લોકોના જીવનો ભોગ લીધો છે. જ્યારે 7 લાખથી વધુ લોકો સંક્રમિત છે. મહત્વના સમાચાર છે કે જાપાની કોમેડિયન કેન શિમુરા હવે આપણી વચ્ચે નથી રહ્યા કોરોના વાયરસના કારણે જાપાની કોમેડિયન કેન શિમુરાનું મૃત્યું થયં છે. રોયટર્સમાં પ્રકાશિત થયેલ એક સમાચાર મુજબ કોરોનાથી ગ્રસ્ત હોવાના કારણે કેન શિમુરાને હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા. તેઓ 70 વર્ષના હતા અને રવિવારે તેમણે હોસ્પિટલમાં અંતિમ શ્વાસ લીધા હતા.

જણાવી દઈએ કે પહેલા હોલિવુડ સુપર સ્ટાર માર્ક બ્લમ(MARK BLUM) અને સિંગર સીવાય ટકર(CY TUCKER)ની પણ કોરોનાના કારણે મોત થઈ છે. આ મહામારીથી બચવા ભારતમાં 21 દિવસનું લોકડાઉન કરવામાં આવ્યું છે.. તો છેલ્લા 24 કલાક દરમિયાન દેશમાં કોરોનાના નવા 100થી વધુ કેસ સામે આવ્યા છે. દેશામાં કોરોના વાયરસથી સંક્રમિત દર્દીઓની સંખ્યા વધતી જઈ રહી છે. કોરોના સંક્રમિત દર્દીઓનો આંકડો 1024 જેટલો થયો છે સાથેજ મૃત્યું આંક પણ વધી રહ્યો છે જ્યારે 95થી વધુ લોકોની સારવાર સફળ પણ થઈ છે.

Leave a Reply

Your email address will not be published.