સતત કોરોનાનું સંકટ વધી રહ્યું છે. કોરોનાની અપડેટ વિગતો આપતા આરોગ્ય અગ્ર સચિવ જયંતિ રવિએ જણાવ્યું છે કે, બુધવાર સાંજથી અત્યારસુધીમાં રાજ્યમાં 55 નવા કેસ નોંધાયા છે. આ સાથે જ રાજ્યમાં અત્યારસુધીમાં 241 પોઝિટિવ કેસ થયા છે અને કુલ મૃત્યાંક 17એ પહોંચ્યો છે. જેમાંથી અમદાવાદમાં 50, સુરતમાં બે અને દાહોદ, આણંદ અને છોટાઉદેપુરમાં એક-એક કેસ નોંધાયા છે. જ્યારે આજે એક વ્યક્તિનું મોત નીપજ્યું છે. તબલીઘ જમાતના કારણે ગુજરાતમાં કેસોમાં વધારો થયો છે. ક્લસ્ટર અને હોટસ્પોટ વિસ્તારમાં ટેસ્ટિંગ વધારવામાં આવ્યું હોવાથી કેસમા વધારો થઇ રહ્યો છે. હોટસ્પોટ ગીચ વિસ્તાર હોવાથી ત્યાં સંક્રમણ વધ્યું છે અને આગામી દિવસોમાં પણ આ વિસ્તારોમાં પોઝિટિવ કેસ વધી શકે છે.
શું ખબર...?
આ બંને ભારતીય પ્લેયર લંકા પ્રીમિયર લીગમાં જોવા મળશેવડોદરા અકસ્માત: રાષ્ટ્રપતિ કોવિંદ, પીએમ મોદી અને સીએમએ ટ્વીટ કરી સંવેદના વ્યક્ત કરીઅમદાવાદ જીસીએસ હોસ્પિટલના રેસિડન્ટ ડૉક્ટરો હડતાળ પર ઉતર્યાઅમદાવાદમાં 707 કોરોનાગ્રસ્ત મુસાફરો બહારગામથી આવ્યા હતામધ્યપ્રદેશમાં શિવરાજ ચૌહાણે Cow Cabinetની કરી જાહેરાત
