/////

અમદાવાદમાં તહેવારના 6 દિવસોમાં જ અધધ… કેસ નોંધાયા

અમદાવાદમાં કોરોનાનું સંક્રમણ ફરી વધ્યું છે. તહેવારમાં કોરોનાના કેસમાં નોંધપાત્ર વધારો થયો છે. જેમાં દિવાળીના દિવસથી લઈને આજ સુધી નવા 500 દર્દીઓ સિવિલ હોસ્પિટલમાં દાખલ થયા છે. સિવિલમાં નવા દાખલ દર્દીઓ પૈકી 179 દર્દીની હાલત ગંભીર છે.

અગાઉ કેસ નિયંત્રણમાં આવી રહ્યા હતાં. ત્યારે તહેવાર આવતા કેસમાં અચાનક વધારો થયો છે. કારણ કે દિવાળીના તહેવારને લઈને લોકો ખરીદી કરવા મોટી સંખ્યામાં એકઠા થયા હતાં. આ ઉપરાંત ખાણીપીની બજારો, શોપિંગ મોલ સહિત તમામ જગ્યાઓ પર લોકોનો ટ્રાફીક જોવા મળી રહ્યોં હતો. જેના કારણે કોરોનાનું સંક્રમણ વધ્યું છે.

સિવિલ હોસ્પિટલમાં કોરોનાના વૉર્ડમાં દર્દીઓ પૂરતી સંખ્યામાં હોવાને કારણે અન્ય વિભાગના વૉર્ડ જે અગાઉ ખોલવા પડ્યાં હતાં તે ફરીથી હવે ખોલવાની ફરજ પડી છે. આ ઉપરાંત અન્ય હોસ્પિટલમાં પણ આ પ્રમાણેની સ્થિતિ સર્જાઈ છે. લોકોની બેદરકારીને કારણે આ પ્રકારની પરિસ્થિતિ સર્જાઈ છે ત્યારે લોકોએ હજુ તકેદારી રાખવાની જરૂર છે નહીંતર પરિસ્થિતી વધુ વણસી શકે છે.

Leave a Reply

Your email address will not be published.