//

અમેરિકામાં કોરોના સંક્રમણ વધ્યું, છેલ્લા 24 કલાકમાં બે હજારથી વધુના મોત

કોરોના વાયરસથી સૌથી વધુ પ્રભાવિત અમેરિકામાં સંક્રમણના મામલા ફરી એકવાર વધવા લાગ્યા છે. દેશમાં કોરોના વાયરસના દરરોજ રેકોર્ડ બ્રેક કેસ નોંધાઈ રહ્યા છે. આ વચ્ચે છેલ્લા 24 કલાકમાં બે હજારથી વધુ લોકોના મોત નિપજ્યાં છે.

અમેરિકામાં મંગળવારે 2146 લોકોના મોત નિપજ્યાં હતાં. જે મે બાદ કોરોનાને કારણે સૌથી વધુ મોતનો આંકડો છે. આ સાથે કોરોના મહામારીને કારણે દેશમાં મૃત્યુઆંક 2 લાખ 59 હજાર 925 પર પહોંચ્યોં છે. છેલ્લા 24 કલાકમાં કોરોના વાયરસના 1 લાખ, 72 હજાર 935 નવા કેસ સામે આવ્યા છે. નવા કેસની સાથે કુલ સંક્રમિતોની સંખ્યા 1 કરોડ 25 લાખ 91 હજાર 162 પર પહોંચી છે.

મહામારીની બીજી લહેરનો સામનો કરવા માટે ઘણા રાજ્યોએ એકવાર ફરી નાઇટ કરર્ફ્યુ લાદ્યો છે. જ્યારે ઘણા શહેરોમાં માસ્ક ફરજીયાત કરી દેવામાં આવ્યું છે. કેલિફોર્નિયાના ગવર્નરે એક આદેશ જારી કરી લોકોને કહ્યું કે, તે રાત્રે દસ કલાકથી સવારે પાંચ કલાક સુધી ઘરની બહાર ન નીકળે. ઓહિયોના ગવર્નરે પણ શહેરમાં આ પ્રકારનો ઉપાય કર્યો છે.

રશિયામાં છેલ્લા 24 કલાકમાં 23,675 નવા કેસ સામે આવ્યા છે. આ સાથે સંક્રમિતોની કુલ સંખ્યા 21 લાખ 62 હજાર 503 પર પહોંચી ગઈ છે. આ નવા કેસમાં 4685 કેસ તો માત્ર મોસ્કોમાં નોંધાયા છે. આ સિવાય 507 લોકોના મોત થવાથી કુલ મૃત્યુઆંક 37,538 પર પહોંચી ગયો છે.

Leave a Reply

Your email address will not be published.