/////

ઈટલીમાં કોરોના સંક્રમણ વધ્યું, ઈરાનના અમુક શહેરોમાં લોકડાઉન

કોરોના સંક્રમણનો આંકડો વિશ્વમાં 4.38 કરોડને પાર પહોંચ્યો છે. જયારે કુલ 11.66 લાખથી વધુ લોકો મોતને ભેટ્યા છે. તો સામે 3.22 કરોડથી વધુ લોકો રિકવર થયા છે. દરમ્યાન ઈરાન અને ઈટલીમાં કોરોનાની બીજી લહેર શરૂ થઈ છે. ઈરાનનાં અનેક શહેરોમાં લોકડાઉન લાગુ કરવામાં આવ્યુ છે તો ઈટલીમાં પણ ફરીથી લોકડાઉન લાગુ પડતા લોકો દ્વારા ભારે વિરોધ કરવામાં આવી રહ્યો છે.

ઈરાનમાં કેટલા પ્રાંતમાં ફરીથી કોરોનાએ કહેર હોવાથી રેડએલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. તો દર્દીઓની સંખ્યા વધતા હોસ્પીટલમાં પથારી ખૂટી પડી છે. પશ્ચિમી એશીયાના સૌથી વધુ પ્રભાવિત આ દેશમાં 24 કલાકમાં 5960 નવા દર્દીઓ સામે આવ્યા છે. જયારે 337 લોકોના મોત નીપજયા છે. જેને પગલે અહી ફરીથી લોકડાઉન લાગુ કરવામાં આવ્યું છે. આ દરમ્યાન ઈરાનમાં શાળા, મસ્જીદ, દુકાનો અને રેસ્ટોરન્ટ સહીતની સંસ્થાઓ 20 નવેમ્બર સુધી બંધ રહેશે.

તો નેધરલેન્ડમાં એક જ દિવસમાં 10,343 નવા કેસ સામે આવ્યા છે. જયારે 26 લોકોના મોત થયા છે. તો બેલ્જીયમમાં જયાં સપ્તાહ પહેલા દિવસમાં 5,000 નવા કેસો આવી રહ્યા હતા ત્યાં હવે 12000થી વધુ કેસો સામે આવી રહ્યા છે. સોમવારે અહી 15,622 કેસો સામે આવ્યા હતા અને 73 લોકોના મોત નીપજયા હતા. ઈટલીમાં પણ આજ પરિસ્થિતિ જોવા મળી રહી છે. મંગળવારે અહી એક જ દિવસમાં 22,000 કેસો નોંધાયા હતા.

Leave a Reply

Your email address will not be published.