////

Corona Update: છેલ્લા 24 કલાકમાં રાજ્યમાં નવા 958 કેસ, 6ના મોત

રાજ્યમાં છેલ્લા ત્રણ-ચાર દિવસથી કોરોના કેસમાં ઘટાડો થઈ રહ્યો છે. ત્યારે હવે દરરોજ નવા કેસની સંખ્યા 1000ની નીચે પહોંચી ગઈ છે. રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં કોરોનાના નવા 958 કેસ સામે આવ્યા છે. તો છેલ્લા 24 કલાકમાં રાજ્યમાં કોરોનાને કારણે છ લોકોએ જીવ ગુમાવ્યા છે. જ્યારે છેલ્લા 24 કલાકમાં રાજ્યમાં 1309 લોકોએ કોરોનાને માત આપી છે. રાજ્યમાં કોરોનાના કુલ કેસની સંખ્યા 2 લાખ 38 હજાર 205 થઈ ગઈ છે. તો મૃત્યુઆંક 4254 થયો છે. અત્યાર સુધી રાજ્યમાં 2,22,911 દર્દીઓએ કોરોનાને માત આપી છે.

રાજ્યમાં એક્ટિવ કેસ 11 હજાર નજીક છે. આજની તારીખે એક્ટિવ કેસની સંખ્યા 11040 છે. જેમાં 63 દર્દીઓ વેન્ટિલેટર પર છે. તો અત્યાર સુધી 2 લાખ 22 હજાર 911 દર્દીઓ કોરોનાને માત આપી ચુક્યા છે.

રાજ્યનો રિકવરી રેટ 93.58 ટકા છે. રાજ્યમાં છેલ્લા 24 કલાક દરમિયાન કોરોનાના 54 હજાર 843 ટેસ્ટ કરવામાં આવ્યા છે. અત્યાર સુધી રાજ્યમાં કોરોનાના 92 લાખ 17 હજાર 823 ટેસ્ટ કરવામાં આવ્યા છે. રાજ્યમાં આજની તારીખે 5 લાખ 5 હજાર 474 લોકો ક્વોરન્ટાઇન છે.

Leave a Reply

Your email address will not be published.