////

UKમાં આજથી શરૂ કરાશે કોરોનાનું વેક્સીનેશન, 21 દિવસ બાદ અપાશે બીજો ડોઝ

બ્રિટન ફાઈઝર-બાયોએનટેક દ્વારા તૈયાર કરાયેલી વેક્સીનનો ઉપયોગ કરનારો પ્રથમ દેશ બનવા જઈ રહ્યો છે. સરકારે કહ્યું છે કે સૌથી પહેલાં વેક્સીન હોસ્પિટલોમાં અપાશે અને બાદમાં ક્લિનિક પર પહોંચાડાશે. ખાસ પ્રકારની તૈયારી સાથે વેક્સીનેશન આજે મંગળવારથી શરૂ કરાશે અને 21 દિવસ બાદ તેનો બીજો ડોઝ આપવામાં આવશે.

દેશમાં મંગળવારથી વેક્સીનેશન શરૂ કરાશે. બ્રિટનના સ્વાસ્થ્ય સેવા વેક્સીનેશનમાં 80 વર્ષથી વધારે ઉંમરના લોકો, સ્વાસ્થ્ય સેવા કર્મચારીઓ અને ફ્રન્ટ લાઈન વર્કર્સને પહેલા પ્રાથમિકતા અપાશે. બ્રિટન ફાઈઝર વેક્સીનની આપાતકાલીન સ્થિતિમાં ઉપયોગની મંજૂરી મેળવી ચૂક્યું છે. આવું કરનારો તે પહેલો દેશ બન્યો છે. કોરોના સામે લડવા માટે થનારા વેક્સીનેશનને લઈને કહેવાયું છે કે આ અત્યાર સુધીના ઈતિહાસમાં સૌથી મહત્વનો કાર્યક્રમ હશે.

ઈંગ્લેન્ડમાં 50 હોસ્પિટલોમાં શરૂઆતમાં વેક્સીનના સંચાલન માટે હબના રૂપમાં તૈયારી થઈ છે. સ્કોટલેન્ડ, વેલ્સ અને ઉત્તરી આર્યલેન્ડમાં પણ આજથી વેક્સીનેશન શરૂ કરાશે. દક્ષિણ લંડનમાં પણ ક્રોયડન વિશ્વવિદ્યાલય હોસ્પિટલ રવિવારે વેક્સીનની ડિલિવરી લેનારું બ્રિટનનું પહેલું હોસ્પિટલ બન્યું છે.

વેક્સીનના લગભગ 8 લાખ ડોઝ આવનારા અઠવાડિયા સુધીમાં યૂકેમાં મળવાની આશા છે. જો કે સરકારે અત્યાર સુધી 4 કરોડ વેક્સીનના ડોઝનો ઓર્ડર આપ્યો છે. 2 કરોડ લોકો માટે આ ડોઝ પૂરતા છે. બીજો ડોઝ 21 દિવસ બાદ આપવામાં આવશે તેમ સરકારે જણાવ્યું છે.

બ્રિટનમાં કોરોના વેક્સીન લગાવનારા મામલે કાર્ડ જાહેર કરાશે. જેમાં દર્દીનું નામ, એડ્રેસ અને વેક્સીનનો બેટ નંબર હશે. રિપોર્ટના આધારે દરેક સંક્રમિતને ફાઈઝર વેક્સીનના 2 ડોઝ અપાશે. ફરી વખત આવતી સમયે કાર્ડ સાથે લઇ આવવાનું રહેશે.

Leave a Reply

Your email address will not be published.