////

અમદાવાદની અસારવા અને સોલા સિવિલ હોસ્પિટલમાં કોરોના રસીનું ટ્રાયલ શરૂ

હાલમાં રાજ્ય સહિતદેશમાં જીવલેણ કોરોના વાઈરસ કહેર મચાવી રહ્યો છે. ત્યારે કોરોનાની અસરકારક વૅક્સીન ના મળે, ત્યાં સુધી તકેદારી રાખવી એ એક માત્ર ઉપાય છે, ત્યારે લોકો પણ કોરોનાની કારગર વૅક્સીનની આતુરતાપૂર્વક રાહ જોઈ રહ્યાં છે. જો કે હવે કોરોના રસીને લઈને રાહતના સમાચાર સામે આવ્યા છે. જેમાં મંજૂરી મળ્યા બાદ ભારતમાં કોરોના વૅક્સીનના ત્રીજા તબક્કાનું ટ્રાયલ શરૂ કરી દેવામાં આવ્યું છે. આટલું જ નહીં, અમદાવાદની અસારવા અને સોલા સિવિલ હોસ્પિટલમાં દર્દી પર તેનું ટ્રાયલ કરવામાં આવી રહ્યું છે.

આજથી હૈદરાબાદ સ્થિત કંપની ભારત બાયોટેકની સ્વદેશી કોરોના વૅક્સીન “કોવૈક્સીન”ના ત્રીજા તબક્કાનું ટ્રાયલ દેશના 26 હજાર વોલેન્ટિયર્સ પર કરવામાં આવી રહ્યું છે. જેના અંતર્ગત અમદાવાદની અસારવા સ્થિત સિવિલ હોસ્પિટલ અને સોલામાં આવેલ સિવિલ હોસ્પિટલમાં કોરોનાના ગંભીર દર્દીઓની પસંદગી કરી તેમના પર ટ્રાયલ કરવામાં આવી રહ્યું છે. જોકે આ વૅક્સીનના ટ્રાયલ પહેલા દર્દીઓની સંમતિ લેવામાં આવી હતી.

આ ઉપરાંત ભારત બાયોટેક કોરોના સંક્રમણના ખાતમા માટે વધુ એક વૅક્સીન પર કામ કરી રહી છે. જે નાક થકી આપવામાં આવતા ડ્રોપ્સ સ્વરૂપે હશે. આ વૅક્સીન પણ આગામી વર્ષ સુધીમાં તૈયાર થઈ જશે. તો દેશની 22 હોસ્પિટલોમાં 26 હજાર લોકો પર સ્વદેશી કોરોના વૅક્સીન “કોવૅક્સીન”નું ટ્રાયલ શરુ કરવામાં આવી રહ્યું છે. જેમાં આ લોકોને 28 દિવસ દરમિયાન વૅક્સીનના બે ડોઝ આપવામાં આવશે. જે બાદ 4 થી 6 સપ્તાહ સુધી તેમના સ્વાસ્થ્ય પર થનારી અસરોનો અભ્યાસ કરવામાં આવશે.

Leave a Reply

Your email address will not be published.