////

વિશ્વના 23 લાખ લોકોને કોરોના વેક્સિન આપવામાં આવી, ભારતનો નંબર ક્યારે : રાહુલ ગાંધી

કોરોના વેક્સિનને અમેરિકા, રશિયા, બ્રિટન, ચીન સહિત કેટલાક દેશોમાં ઇમરજન્સી એપ્રુવલ મળી ગયું છે અને લોકો પર તેનો ઉપયોગ પણ થઇ રહ્યો છે. ત્યારે દેશમાં આવતા મહિના સુધી વેક્સિન ઉપલબ્ધ થવાની આશા સેવાઈ રહી છે. ત્યારે હવે કોરોના વેક્સિનને લઇને રાહુલ ગાંધીએ મોદી સરકાર પર પ્રહાર કર્યા છે. જેમાં રાહુલ ગાંધીએ કહ્યું કે, વિશ્વમાં 23 લાખ લોકો સુધી કોરોના વેક્સિન પહોચી ચુકી છે. ચીન, યુએસ, યુકે અને રશિયાએ શરૂઆત કરી દીધી છે, ભારતનો નંબર ક્યારે આવશે મોદીજી?

મહત્વનું છે કે, ભારતમાં કેટલીક વેક્સિનને ડેવલપ કરવાનું કામ ચાલી રહ્યુ છે. જેમાં બે વેક્સિન ત્રીજા તબક્કાનું ટ્રાયલ કરી રહી છે. આવતા અઠવાડિયે એસ્ટાજેનેકા/ઓક્સફર્ડની કોરોના વેક્સિનનું એપ્રૂવલ મળી શકે છે. લોકલ મેન્યુફેક્ચરરે તંત્ર પાસે વધારાનો ડેટા મોકલ્યો છે. બ્રિટનની દવા કંપનીની આ વેક્સિનને મંજૂરી આપનાર ભારત પ્રથમ દેશ હોઇ શકે છે.

તો બીજી બાજુ અમેરિકા અને બ્રિટને વેક્સિનને મંજૂરી તો આપી દીધી છે પરંતુ અહી પુરવઠો ઘણો ધીમો છે. ભારતમાં ત્રણ કંપનીઓએ ઇમરજન્સી એપ્રૂવલ માટે એપ્લાય કર્યુ હતું. જેમાં સીરમ ઇંસ્ટિટ્યૂટ ઓફ ઇન્ડિયાએ નવા ડેટા સરકાર સામે રજૂ કર્યા છે અને ઇમરજન્સી એપ્રૂવલ માંગ્યુ છે. તો બીજી તરફ બ્રિટનમાં પણ જલ્દી આ વેક્સિનને મંજૂરી આપવામાં આવી શકે છે.

ઓક્સફર્ડ વેક્સિન વિકાસશીલ દેશો માટે વધુ ઉપયોગી છે કારણ કે તેને સરળતાથી સંરક્ષિત કરવામાં આવી શકે છે અને તેનું ટ્રાન્સપોર્ટેશન પણ સરળ છે. ગરમ દેશોમાં પણ તેને સરળતાથી સુરક્ષિત રાખવામાં આવી શકે છે. ભારતનું સેંટ્ર ડ્રગ્સ સ્ટાન્ડર્ડ કંટ્રોલ ઓર્ગેનાઇઝેશને 9 ડિસેમ્બરે આપવામાં આવેલી અરજીની સમીક્ષા કરી હતી અને સીરમ ઇંસ્ટિટ્યૂટ સહિત અન્ય કંપનીઓ પાસે ડેટા માંગ્યા હતા. મહત્વપૂર્ણ છે કે, સીરમ ઇન્સ્ટિટ્યૂટ વિશ્વનું સૌથી મોટુ વેક્સિન મેન્યુફેક્ટરર છે, જેને તમામ ડેટા સોપી દેવામાં આવ્યા છે. અત્યારે ફાઇઝર અને ભારત બાયોટેક તરફથી ડેટાની રાહ જોવાઇ રહી છે.

Leave a Reply

Your email address will not be published.