///

કોંગ્રેસની દાંડીયાત્રા પર ઘેરાયું કોરોના વાયરસનું સંકટ

કોરોના વાયરસના કારણે 12મી માર્ચથી શરૂ થનાર દાંડીયાત્રા રદ્દ થઈ શકે છે. કોંગ્રેસના આંતરિક સૂત્રોના જણાવ્યા પ્રમાણે હજુ દાંડિયાત્રાનો કાર્યક્રમ નક્કી નથી થયો. અગ્રણીય નેતાઓ દ્વારા કોરોના વાયરસના કારણે વિચાર કરી રહ્યા છે મહત્વનું છે કે ભાજપ અને સરકાર દ્વારા મહિલા દિવસના કાર્યક્રમો રદ્દ કરાયા છે.

મહત્વની વાત છે કે દેશમાં ઘણા સમયથી દિલ્હીનાં શાહીનબાગમાં હિંસાઓ થઇ છે. જેમાં કેટલાક નિર્દોશ લોકોએ જીવ ગુમાવ્યો છે. તેમજ આખા દેશની વાત કરીએ તો હિંસાની ઘટનાઓ રોજ સામે આવે છે. જેને ડામવા માટે અને દેશમાં શાંતિ જાળવવા માટે કોંગ્રેસે દાંડીયાત્રાનું આયોજન કર્યુ છે. જેને પગલે દિવ્હી ખાતે કોંગ્રેસનાં નેતાઓની બેઠક મળી હતી. દેશમાં બનતી હિંસાઓની ઘટનાઓ સામે કોંગ્રેસ અહિંસામાં માનતા આપણા રાષ્ટ્રપિતા ગાંધીજીનો અહિંસાનો સંદેશ આપશે.

Leave a Reply

Your email address will not be published.