/

કોરોના વાયરસ થી મત્સ્ય ઉદ્યોગને મોટો ફટકો

સમગ્ર દેશ અને દુનિયા કોરોના વાયરસના ફફડાટ થી ટ્રસ્ટ બની છે તેની અસર દુનિયાની તમામ ચીઝ વસ્તુ પર પડી રહી છે આયાત નિકાસ પણ અટકી પડી છે લોકો પોતાના ઘર તરફ આગળ વધી રહ્યા છે ત્યારે સી ફૂડમાં પણ મોટો ફટકો પડી રહ્યો છે મહામારીએ લોકોને બબડી તરફ ધકેલી દીધા છે સમુદ્રમાં જીવન જોખમે ફિશિંગ કરી સમુદ્રી જીવોને દુનિયાના દરેક દેશમાં નિકાસ કરવામાં આવે છે માછીમારો પણ કોરોના ના ભયથી સમુદ્રી જીવોનું ફિશિંગ કરતા અટકી પડ્યા છે સમુદ્રમાંથી આવતી માછલીઓ વિશ્વના અનેક દેશોમાં નિકાસ થયા છે જેના પર માછીમારોની રોજીરોટી ચાલે છે ત્યારે હવે સરકારે તમામ સ્થળ પર એકત્રિત નહીં થવાના આદેશ આપતા માછીમારીના વ્યવસાય અને તેની સાથે જોડાયેલ અનેક વ્યવસાય ને મોટો ફટકો પડ્યો છે સમુદ્રમાં ઘણા સમય થી માછલીઓનું ઉત્પાદન ઘટી ગયું હતું અને વિદેશી ટ્રોલરો મારફત જીની જાળ સમુદ્રમાં પાથરી તળિયામાંથી માછલીઓના ઈંડા પણ વેરી જતા હોય છે જેના કારણે સમુદ્રમાં માછલીઓનું ઉત્પાદન ઘટી રહ્યું છે ચાલુ વર્ષે કમોસમી વરસાદ વાવાઝોડાને કારણે માછીમારોની સીઝન સંપૂર્ણ નિસ્ફળ ગયેલી હતી માંડ હજુ માછીમારો કરવાની તૈયારી કરતા હતા ત્યાંજ હવે કોરોનાનો કહેર સામે આવતા માછીમારોને અને મત્સ્ય ઉદ્યોગ સાથે સંકળાયેલ લોકોને બેકારીનો સામનો કરવો પડે તેવી સ્થિતિ છે હાલ ગુજરાતના બંદરો પર હજારો બોટો લાંગરી દેવામાં આવી છે દરેક બોટમાં કામ કરતા લોકો કોરોના થી બચવા પોતાના વતન તરફ ભણી ગયા છે.

Leave a Reply

Your email address will not be published.