કોરોના વાઈરસ મેદસ્વીતાથી પીડાતા લોકો માટે જીવલેણ સાબીત થઇ શકે છે. આવા જ લોકોના દિલ્હીના કોવિડ હોસ્પિટલોમાં મોત થયા છે. દિલ્હીના સૌથી મોટા કોવિડ હોસ્પિટલ એલએનજેપીમાં દાખલ થયેલ કોરોનાના કુલ દર્દીઓમાં 30 ટકા એવા હતા જે મોટાપાનો શિકાર બન્યા હતા. લોકોમાં મેદસ્વીતા જેટલુ વધે તેટલુ બીમારીનું પ્રમાણ પણ વધે છે. હોસ્પિટલના ડોકટર તેઓની સારવારમાં ખુબ ધ્યાન રાખે છે.
આ ઉપરાંત મેદસ્વી લોકો પર જોખમ બનેલુ રહે છે. રાજીવ ગાંધી સુપર સ્પેશ્યલીટી હોસ્પિટલના કોવિડ નોડલ અધિકારી ડોકટર અજીત જૈન એ જણાવ્યુ કે મેદસ્વીતાથી પિડિત લોકોનું વિશેષ ધ્યાન રખાય છે. શરીરમાં વધુ પડતુ ફેટ જમા થવાના કારણે આ દર્દીઓને ડાયાબીટીસ, હૃદયની બીમારી થઇ જાય છે. તેઓની રોગપ્રતિકારક શકિત ઓછી હોય છે.
આપને જણઆવી દઈએ કે, જાડા લોકોમાં બીએમઆઇ ર3 થી વધુ હોય છે. આથી કોરોનાનું જોખમ બે ગણુ વધી જાય છે. 400 લોકોના અધ્યયનમાં 300 લોકોનો રીપોર્ટ નેગેટીવ અને 100 લોકોનો રીપોર્ટ પોઝીટીવ આવ્યો હતો.