////

ભારતના આ 5 રાજ્યોમાં કોરોના વાયરસનો હાહાકાર

કોરોના વાયરસએ ફરી એકવાર યૂરોપિયન દેશોમા કહેર મચાવ્યો છે. ત્યારે યૂરોપના દેશોમાં છેલ્લા કેટલાક સમયથી શાંત પડેલા કોરોનાના કેસમાં અચાનક તેજી આવી છે. નીતિ આયોગના સભ્ય ડોક્ટર વીકે પોલએ જાણકારી આપતા કહ્યું કે, આ મહામારી યૂરોપના ઘણા દેશોમાં ખુબ ઝડપથી વધતી જોવા મળી રહી છે. આ દેશોમાં કોરોના વાયરસની બીજી લહેર પ્રથમ આવેલી તબાહીથી ખુબ મોટી જોવા મળી રહી છે.

વધુમાં તેમણે કહ્યું કે, લોકો પર બીમારીનું સંકટ છવાય રહ્યુ છે. અહીં મહામારી એકવાર ફરી પોતાના ચરમ સીમા પર છે. ત્યારે અમેરિકામાં તો લોકો કોરોનાની ત્રીજી લહેરના પ્રકોપનો સામનો કરી રહ્યાં છે. અમેરિકામાં આ સમયે કોરોનાના 28 લાખથી વધુ એક્ટિવ કેસ છે.

તો બીજી બાજુ હેલ્થ સેક્રેટરી રાજેશ ભૂષણે જણાવ્યુ કે, છેલ્લા 24 કલાકમાં કોરોનાના 49.4 ટકા કેસ માત્ર દેશના કેરલ, વેસ્ટ બંગાળ, મહારાષ્ટ્ર, કર્ણાટક અને દિલ્હીથી સામે આવ્યા છે. ફેસ્ટિવલ સીઝન પણ તેનું એક મોટુ કારણ હોઈ શકે છે. આ ખુબ ચિંતાનો વિષય છે અને અમે રાજ્ય સરકારો સાથે સતત વાત કરી રહ્યાં છીએ. કોવિડ-19ના કુલ એક્ટિવ કેસના 78 ટકા તો દેશના 10 રાજ્યો અને કેન્દ્ર શાસિત પ્રદેશોમાંથી છે.

Leave a Reply

Your email address will not be published.