///

સી.આર.પાટીલના હસ્તે કોરોના વોરિયર્સનુ કરાયું સન્માન

ગુજરાતમાં કોરોનાનું સંક્રમણ ફરી એકવાર વધી રહ્યું છે. દિવાળીના તહેવાર નિમિત્તે લોકોએ કોરોનાને લઈને સાવચેતી રાખવી ખુબ જ જરૂરી બની ગઈ છે. ત્યારે સુરતમાં લોકોના સ્વાસ્થ્યની જવાબદારી સુરતની નવી સિવિલ હોસ્પિટલ પર આવી હતી. આ સમયે પોતાના જીવની પરવા કર્યા વગર સિવિલના તબીબો, નર્સો, સફાઈ કર્મચારી રાત દિવસ પોતાની નિશ્વાર્થભાવે સેવા આપી રહ્યાં છે. ત્યારે મજુરા મિત્ર મંડળ અને નર્સિંગ એસોસિએશને કોરોના યોદ્ધાના કામને બિરદાવવા અને પ્રોત્સાહન આપવા માટે સ્નેહ મિલન સમારોહ નવસારીના સાંસદ સી.આર.પાટીલના અધ્યક્ષ સ્થાને યોજાયો હતો.

સાંસદ સી.આર.પાટીલે જણાવ્યું હતું કે, કોરોના સ્થિતિમાં સિવિલ હોસ્પિટલમાં ફરજ બજાવતા તબીબો, નર્સો, સફાઈ કર્મચારીઓએ કોરોના સંક્રમિત દર્દીઓની નિઃસ્વાર્થ ભાવે સેવા કરી છે. આઠ કલાક પીપીઇ કીટ પહેરી દર્દી કરતા પોતે વધુ તફલીકોનો સામનો કરી પોતાનું યોગ દાન આપ્યું છે. પહેલા સિવિલના નામથી લોકોને ડર લાગતો પરંતુ સિવિલના સ્ટાફે લોકોના ડર દૂર કરી સિવિલમાં સારવાર માટે પ્રેરણા આપી છે.

આ ઉપરાંત નવી સિવિલ હોસ્પિટલમાં મજુરા મિત્ર મંડળ અને નર્સિંગ એસો.દ્વારા આયોજિત દીપાવલી અને નવા વર્ષના સ્નેહ મિલન અને કોરોના વોરિયર્સના સન્માન સમારોહમાં નવસારીના સાંસદ સી.આર.પાટીલ તથા સુરત મજુરા વિસ્તારના ધારાસભ્ય હર્ષ સંઘવી તથા અગ્રણી નિરંજન ઝાંઝમેરા તથા લિંબાયતના ધારાસભ્ય સંગીતાબેન પાટીલ તથા અન્ય મહાનુભાવોના હસ્તે કોરોના વોરિયર્સનુ સન્માન કરાયું હતું.

Leave a Reply

Your email address will not be published.