///

કોરોના કહેર- શું WHOએ કોબીજથી દુર રહેવાની સલાહ આપી?

કોરોના વાયરસ ફેલાવવાની સાથે ઘણી અફવાઓ પણ સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહી છે.. વાયરલ મેસેજમાં દાવો કરવામાં આવે છે કે દારૂ પીવાથી કોરોના વાયરસ દૂર રહે છે. તો કેટલાક મેસેજમાં કહેવામાં આવ્યું છે કે ગરમીનો પ્રમાણ વધો તો કોરોના ફેલાય નહીં. આ દાવા ખોટા છે. તો આ બધી અફવાઓ બાદ હવે વિશ્વ સ્વાસ્થ્ય સંગઠનના નામે મેસેજ વાયરલ થવા લાગ્યો કે, કોરોના વાયરસ કોબીજ પર સૌથી વધારે કલાક જીવી શકે છે જેથી કોબીજથી દૂર રહો. મેસેજમાં કહેવામાં આવ્યું છે કે WHO પ્રમાણે કોરોના વાયરસ કોબીજ પર 30 કલાકથી વધારે જીવી શકે છે. વાયરલ મેસેજમાં દાવો કરવામાં આવ્યો છે કે WHO પ્રમાણે, અન્ય વસ્તુઓ પર કોરોના 9થી 10 કલાક જીવી શકે છે જ્યારે કોબીજ પર કોરોના 30 કલાક જીવી શકે છે.. તો આ મેસેજના વાયરલ થયા બાદ WHOએ જણાવ્યું કે આ દાવો ખોટો છે. આ સાથે ભારત સરકારની સામાચાર એજન્સી પ્રેસ ઈન્ફોરમેન બ્યૂરો પ્રમાણે પણ સોશિયલ મીડિયામાં વાઈરલ થઈ રહેલો આ દાવો ખોટો છે. આ વાત પાછળ કોઈ પણ તથ્ય નથી.. બ્યુરોએ કહ્યું કે–WHO દ્વ્રારા આવો કોઈ રિપોર્ટ આપવામાં આવ્યો નથી. લોકો આવી અફવાઓથી દૂર રહે અને આવી જાણકારીઓથી ભ્રમિત ન થાય. WHOના કેટલાક રિપોર્ટ અનુસાર આહારને બરાબર ગરમ કર્યા વગર ખાવાથી બીમાર થઈ શકાય છે. તો કોબીજને વાપરતા પહેલા તેને બરાબર ગરમ પાણીથી ધોઈ નાંખવી જોઈએ અને પોતાના હાથ પણ યોગ્ય રીતે ધોવા જોઈએ.

Leave a Reply

Your email address will not be published.