////

કોરોનાથી રાજ્યોના 3 વર્ષના નાણાંકીય લાભ થઈ જશે સાફ : RBIનો રિપોર્ટ

આરબીઆઈએ જાહેર કર્યું છે કે, કોરોના કહેરમાંથી આર્થિક રીતે આંશિક રાહત મળવા લાગી હોવા છતાં ભારતીય રાજ્યોના ત્રણ વર્ષના નાણાંકીય લાભ તેમજ કમાણી સાફ થઇ જશે. એટલું જ નહીં 26થી રાજ્યના દેણાનું રીડમ્પશન દબાણ પણ શરૂ થઇ જશે. રાજ્યોની નાણાંકીય હાલત વિશેના આર્થિક રીપોર્ટમાં રિઝર્વ બેન્કે એવી સલાહ આપી છે કે, દેણાના બોજમાંથી બહાર નીકળવા કરવા માટે આર્થિક નિયનોમાં બદલાવ કરવામાં આવે, અર્થ ઘટાડાની સાથોસાથ ટેક્સ વધારાની નોબત ઉભી થઇ શકે છે.

રીપોર્ટમાં જણાવાયું છે કે, રાજ્યોનું દેવુ વધવાનું છે, નિકાસની રફતારની સાથોસાથ ટેક્સ વસુલાતમાં વૃદ્ધિ ન થવાના સંજોગોમાં અર્થતંત્રના બે છેડા જાળવવાનું મુશ્કેલ બનશે અને નજીકના ભૂતકાળના આર્થિક લાભો ધોવાઇ જશે. કોરોના મહામારી સામેના જંગમાં રાજ્યો અગ્રેસર રહ્યા છે. વિશ્વની સૌથી મોટી હિજરત ભારતીય પાસે જોવા મળી હતી. રાજ્યોના ખર્ચમાં જંગી વધારો થવાની સામે આવકમાં ધરખમ ગાબડુ પડયું હતું પરંતુ આર્થિક અસમતુલાનું દબાણ સર્જાવાનું સ્પષ્ટ બન્યું હતું.

આ ઉપરાંત આર્થિક મોરચે યોગ્ય વ્યવસ્થા જાળવવા માટે રાજ્યોએ પણ કેન્દ્રનો માર્ગ અપનાવવાની જરૂર છે. ભારતીય રાજ્યો માટે આવતા થોડા વર્ષ પડકારરૂપ જ રહેશે. કટોકટીની હાલતમાંથી બહાર આવવા માટે અસરકારક રણનીતિ અપનાવવી પડશે.

Leave a Reply

Your email address will not be published.