/

કોરોના પછી 16 તોફાનો દુનિયામાં હડકંપ મચાવશે..! વૈજ્ઞાનિકોએ ભાખ્યું ભવિષ્ય

આઠ તોફાનો હેરીકેન પ્રકારના હશે
જૂનથી સપ્ટેમ્બર વચ્ચે ભૂક્કા કાઢશે
વૈજ્ઞાનિકોએ ભાખ્યું ભવિષ્ય

આ વર્ષની શરૂઆતમાંજ ખતરનાક કોરોના વાયરસે આખી દુનિયાને ભયના ઓથારમાં મૂકી દીધી છે પરંતુ કોરોના વાયરસ પછી પણ ખતરાના વાદળો દુનિયા પર મંડરાઈ રહ્યા છે. કોલોરાડો સ્ટેટ યુનિવર્સિટીના હવામાન વૈજ્ઞાનિકોએ ભવિષ્યવાળી કરતા કહ્યું છે કે આ વર્ષે દુનિયાભરમાં 16થી વધુ દરિયાઈ તોફાનો આવવાની સંભાવના છે જેમાં 8 હેરિકેન પણ શામેલ છે. આ આઠમાંથી 4 તોફાન અંત્યત ખતરનાક અને શક્તિશાળી હશે.નિષ્ણાંતોએ કહ્યું છે કે અમને આ વર્ષે ફરીથી મોટી ગતિવિધીઓ થવાના સંકેત મળ્યા છે. હવામાન વૈજ્ઞાનિક ફીલ કલોટઝબેકે કહ્યું કે-અમારું અનુમાન છે કે 2020માં એટલાન્ટિક બેસિન હેરિકેન હવામાનની ગતિવિધિ સામાન્યથી ઉપર રહેશે જે હેરિકેન તોફાનની શ્રેણી 3થી5 હશે તે મોટા તોફાન બની જશે. તો તેમાં 111 માઈલ પ્રતિકલાક અને તેનાથી વધુ ઝડપી હવાઓ ફૂંકાશે. અનુમાન છે કે આ તોફાન 1 જૂનથી 30 નવેમ્બર દરમિયાન આવશે. લોટઝબેકે કહ્યું કે- આ મોટા તોફાનોથી ભૂ- સ્ખલન થવાના સંકેત પણ મળ્યા છે તેમના જણાવ્યા અનુસાર આ વર્ષે ઓછામાં ઓછા મોટા તોફાનથી અમેરિકાના દરિયાઈ વિસ્તારો પાસે 69 ટકા ભૂ- સ્ખલન થવાની સંભાવના છે

Leave a Reply

Your email address will not be published.