//

કોરોનાનુંસંક્રમણ વધતા AMC તંત્ર આવ્યું હરકતમાં, તાત્કાલિક બેઠક યોજી

અમદાવાદમાં કોરોનાના સંક્રમિત કેસની સંખ્યા વધીને 44 થઈ છે દિન પ્રતિદિન કોરોનાના કેસોનમી સંખ્યામાં વધારો થઈ રહ્યો છે ત્યારે અમદાવાદમાં કોરોનાનું સંક્રમણ વધતા AMC તંત્ર હરકતમાં આવ્યું છે. મ્યુનિસિપલ કમિશ્નર વિજય નેહરાએ બેઠક બોલાવી હતી જેમાં ગૃહ રાજ્યમંત્રી પ્રદિપસિંહ જાડેજા અને મંત્રી કૌશિકપટેલ અને કલેકટર પણ ઉપસ્થિત રહ્યા હતા. તો AMC દ્વ્રારા તમામ ધાકાસભ્યો અને MP સાથે બેઠક યોજવામાં આવી હતી.. બેઠકમાં કોરોનાને લઈને મહત્વની ચર્ચા કરવામાં આવી. ઉલ્લેખનીય છે કે અમદાવાદમાં કોરોનાના કેસ વધતા તેને હોટસ્પોટ જાહેર કરવામાં આવ્યું છે. રાજ્યમાં સૌથી વધુ કોરોનાના પોઝિટિવ કેસ અમદાવાદમાં નોંધાયા છે.. તો શનિવારે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશ વિસ્તારમાંથી વધુ પાંચ પોઝિટિવ કેસ નોંધાયા છે જેમાં બે મહિલા સહિત ત્રણ પુરુષો છે.

Leave a Reply

Your email address will not be published.