////

રાજ્યમાં કોરોનાના કેસ ફરી એકવાર 1500ને પાર, 15ના મોત

રાજ્યમાં તહેવારોની સિઝન દરમિયાન કોરોનાના કેસમાં સતત વધારો થઇ રહ્યો છે. છેલ્લા કેટલાક દિવસથી સતત 1500થી વધુ કેસ નોંધાઇ રહ્યા છે. ત્યારે આજે ફરી એકવાર 1500થી વધુ કોરોનાના કેસ નોંધાયા છે.

રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં 1598 નવા કોરોનાના કેસો નોંધાયા છે. જ્યારે વધુ 15 લોકોના મોત નિપજ્યાં છે. રાજ્યમાં કોરોનાના કુલ કેસનો આંકડો 2,06,714એ પહોંચ્યો છે, જ્યારે મૃત્યુઆંક 3953એ પહોંચ્યો છે. જોકે આ સમગ્ર વચ્ચે રાહતની વાત તો એ છે કે સાજા થનારાઓની સંખ્યા પણ વધી રહી છે. છેલ્લા 24 કલાકમાં 1523 દર્દીઓએ કોરોનાને મ્હાત આપી છે, તેની સાથે જ સ્વસ્થ થનારનાઓનો આંકડો 1,87,969એ પહોંચ્યો છે. આ તકે રાજ્યમાં સ્વસ્થ થનારાની સંખ્યાનો દર 90.93 ટકા પર પહોંચ્યોં છે.

રાજ્યમાં હાલમાં 14,792 કેસ એક્ટિવ છે. જેમાંથી 89 લોકો વેન્ટિલેટર પર છે, જ્યારે બાકીની સ્થિતિ નોર્મલ છે.

રાજ્યમાં કોરોનાના કેસો વધી રહ્યા હોવા છતાં મોટા પ્રમાણમાં કોરોનાની ટેસ્ટિંગ થઇ રહી નથી. છેલ્લા 24 કલાકમાં રાજ્યભરમાં કુલ 69,887 નવા ટેસ્ટ કરવામાં આવ્યા છે. જેને લઇને કુલ ટેસ્ટનો આંકડો 76,90,779 પર પહોંચ્યો છે.

ઉલ્લેખનીય છે કે ગતરોજ રાજ્યમાં અત્યાર સુધીના સૌથી વધુ 1607 કોરોનાના કેસ નોંધાયા હતા, જ્યારે 16 લોકોના મોત કોરોનાના કારણે મોત નિપજ્યાં હતાં.

Leave a Reply

Your email address will not be published.