///

કોરોનાનો કકળાટ સરકારનો સતર્કનો દાવો

કોરોના વાયરસને પગલે દેશના તમામ એરપોર્ટ પર વિદેશથી પરત ફરતા મુસાફરોનું સ્ક્રિનિંગ કરવાનું શરૂ કર્યું છે. કોરોનાના ફફડાતને લઈને વિશ્વના દરેક દેશો સતક બન્યા છે.જેને લઈને ગુજરાતના અનિલ મુકીમે તેમજ કેન્દ્ર સરકારે તમામ એરપોર્ટ પર ચાંપતી તકેદારી રાખવા સૂચના આપી છે. કેન્દ્ર સરકારની સૂચનાનુ પાલન કરવા માટે આરોગ્ય વિભાગ પણ કામગીરી કરી રહ્યું છે.અમદાવાદ એરપોર્ટ પર આવતા તમામ પ્રવાસીઓનું સ્ક્રિનિગ કરવામાં આવે છે. ત્યારબાદ જ પ્રવેશ આપવામાં આવે છે. અત્યાર સુધીમાં વિદેશથી આવતા 1967 મુસાફરોનું સ્ક્રિનિગ કરવામાં આવ્યુ છે.

એરપોર્ટ પર સ્ક્રિનિંગ માટે બે થર્મલ મશીન મુકવામાં આવ્યા છે. આ ઉપરાંત શંકાસ્પદ લક્ષણો દેખાય તેવા પ્રવાસીઓને સારવાર અર્થે સિવિલ હૉસ્પિટલ મોકલાયા છે. અમદાવાદ એરપોર્ટ પર એક એરોબ્રિજ પણ અલગ રાખવામાં આવ્યો છે. વિદેશથી આવતા પ્રવાસીઓ એરોબ્રિજમાંથી બહાર નીકળે એટલે થર્મલ સ્કેનિંગ મશીન દ્વારા સ્કેન કરવામાં આવે છે. જેમાં એક પ્રવાસીનું 3 સેકન્‍ડમાં સ્ક્રિનિંગ થઈ જાય છે. સ્ક્રિનિંગ વખતે પ્રવાસીનું તાપમાન 98 ડિગ્રીથી વધારે જણાયો તો તેના સ્વાસ્થ્યની તપાસ કરવામાં આવે છે. જો કોરોના વાયરસ જેવા કોઈ લક્ષણ દેખાય તો તેમને સિવિલ હૉસ્પિટલ મોકલવામાં આવે છે.

Leave a Reply

Your email address will not be published.