////

ભારતમાં કોરોનાની પ્રથમ સ્વદેશી રસી કોવાક્સિનનું ઉત્પાદન શરૂ

વિશ્વમાં અમેરિકા અને યુરોપના કેટલાક દેશોમાં કોરોનાનો હાહાકાર સર્જાયો છે. ત્યારે અમેરિકામાં કોવિડ 19 રસીની બે મુખ્ય ક્લિનિક્સ ટ્રાયલ ફરી પાટે ચડતાં આશાનું કિરણ જાગ્યું છે. તો બીજી બાજુ ભારતની પ્રથમ સ્વદેશી રસીના ત્રીજા તબક્કાની ટ્રાયલ માટે મંજૂરી મળી ગઇ છે. એટલું જ નહીં હૈદ્રાબાદના રસી નિર્માતા ભારત બાયોટેકે તેનો કેન્ડીડેટ કોવાકિસનનું જોખમ લઇ ઉત્પાદન પણ શરુ કરી દીધું છે.

ભારતની પ્રથમ વેકિસન કેન્ડીકેટ ટેસ્ટ પરિણામોના આધારે સ્નાયુમાં અપાશે અને એ પછી નાક દ્વારા અપાશે. કોવાકિસન બનાવવા હૈદ્રાબાદમાં કંપની જીનોમ બેલી ફેસીલીટી ખાતે બીજો પ્લાંટ ઉભો કરવા સાથે વેકિસન બનાવવા દેશમાં અન્ય સાઈટ શોધી રહી છે.

આ ઉપરાંત એસ્ટ્રાઝેનેકાએ જણાવ્યું હતું કે, ચાલુ વર્ષના અંતભાગમાં તે પરિણામોની આશા રાખે છે. એસ્ટ્રાજેનેકાનો રસી-પ્રોજેક્ટવિશ્વમાં સૌથી આશાસ્પદ છે. ત્રીજા તબક્કાની ટ્રાયલમાં લાખો લોકો પર પ્રયોગ કરાઈ રહ્યો છે. રોજ તેવી 10 રસીમાં આ એક છે. અમેરિકામાં એફડીઆઈની લીલીંઝંડી માટે સ્પર્ધામાં ફાઈઝર અને મોડર્નાની રસી પણ સામેલ છે. બન્ને આગામી મહિને બહાલી માટે વિનંતી કરે તેવી ધારણા છે.

Leave a Reply

Your email address will not be published.