
કોરોનાવાયરસે સમગ્ર વિશ્વમાં રમતગમતના કાર્યક્રમો પર ભારે જોર પકડ્યું છે ત્યારે જાપાનના વડાપ્રધાન શિંઝો આબેએ મંગળવારે પુષ્ટિ કરી છે કે ઓલિમ્પિકને એક વર્ષ માટે મોકુફ રાખવામાં આવશે..જાપાનના આઈઓસીના પ્રમુખ બાચ સાથે થયેલી ટેલીફોનીક વાતચીત પછી વડાપ્રધાન આબેએ પ્રેસ સાથે વાત કરી હતી અને ઓલિમ્પિક 2021માં ઉનાળા સુધી યોજાશે તેવું જણાવ્યું હતું.. ઉલ્લેખનીય છે કે અગાઉ આંતરરાષ્ટ્રીય ઓલિમ્પિક સમિતિના સભ્ય ડિક પાઉન્ડે સંકેત આપ્યો હતો કે કોરોનાવાયરસ રોગચાળાને કારણે 2020 ટોક્યો ઓલિમ્પિક્સ સ્થગિત કરવામાં આવશે…ઉપરાંત કેનેડિયન ઓલિમ્પિક સમિતિ અને કેનેડિયન પેરાલિમ્પિક સમિતિએ સોમવારે જાહેરાત કરી હતી કે તેઓ રોગચાળાના કારણે 2020ના ઓલિમ્પિક અને પેરાલિમ્પિક રમતોત્સવમાં તેમની ટીમો મોકલશે નહીં..