/

ટીવી જગત ઉપર કોરોના અસર, નુકસાનની એક હદ બતાવી દીધી!

કોરોનાના કારણે આજે આખું વિશ્વ જુજી રહ્યું છે જેમાં કરોડોનું નુકસાન પણ થયું છે. પરંતુ સૌથી વધારે નુકસાન ફિલ્મ જગતને થયું છે. સંપૂર્ણ ભારતને લોકડાઉન કરવામાં આવતા ફિલ્મની સાથે સાથે ટીવી ઈન્ડસ્ટ્રી પણ ખરાબ રીતે ફસાઈ ગઈ છે. આંકડાઓ પ્રમાણે ટીવી ઈન્ડસ્ટ્રીમાં પૂર્ણ રીતે કામકાજ ઠપ હોવાના કારણે બે અઠવાડીયામાં લગભગ 100 કરોડનુ નુકસાન થઈ રહ્યુ છે. હલમાં BMC અને મુંબઈ પોલીસ તરફથી બધા જ પ્રોડક્શન હાઉસને પણ કોઈપણ પ્રકારની શૂટિંગ ન કરવા કહવામાં આવ્યું છે…

આમ તો આ મનાઈ માર્ચ મહીના સુધી જ છે, પરંતુ જો પરિસ્થિતી સામાન્ય ન થઈ તો, આ વધારે સમય સુધી રોક લાગવામાં આવી શકે છે. એક ખાનગી મીડિયા સાથે વાતચીતમાં ટીવી એન્ડ વેબ IFTPCના ચેરમેન જેડી મજિઠિયાએ થતાં નુકસાનની વાત કરી હતી. ત્યારે સૌ કોઈને ફટકો લાગ્યો હતો. તેનું કહવું છે કે અમે પેનિક નથી કરી શકતા. દહેશતમાં આવવાથી શું થશે ? આજે પરિસ્થિતી સામાન્ય છે, અમે નથી જાણતા કે, કાલે શું થશે? સાથે જ તેમણે કહ્યુ કે, 2 અઠવાડીયામાં ટીવી ઈન્ડસ્ટ્રીને ઓછામાં ઓછુ 100 કરોડનુ નુકસાન ઉઠાવવુ પડશે. આગળના એપિસોડ શુટ ન થયા હોવાને કારણે શૂટિંગ બંધ હોવાથી ઘણા ટીવી શોમાં સોમવારની સાંજથી રિપીટ ટેલીકાસ્ટને શરુ કરી દેવામાં આવ્યા છે.

Leave a Reply

Your email address will not be published.