////

બ્રિટન, સાઉથ આફ્રિકા બાદ હવે ફ્રાંસમાં કોરોનાના નવા સ્ટ્રેનનો પગપેસારો

બ્રિટનમાં મળી આવેલા કોરોનાના નવા સ્ટ્રેન હવે દુનિયાના ઘણા દેશોમાં ફેલાતો જાય છે. ત્યારે આ પહેલાં સાઉથ આફ્રીકામાં કોરોનાના નવા સ્ટ્રેનના ઘણા કેસ જોવા મળ્યા છે. હવે ફ્રાંસમાં કોરોનાના નવા સ્ટ્રેનનો પહેલો કિસ્સો સામે આવ્યો છે. આ અંગે ફ્રાંસની મીડિયા રિપોર્ટએ જાણકારી આપી છે.

ફ્રાંસના જે વ્યક્તિમાં કોરોનાના નવા સ્ટ્રેન જોવા મળ્યા છે, તે તાજેતરમાં જ બ્રિટનથી પરત ફર્યો હતો. ફ્રાંસના એક બ્રોડકાસ્ટરના રિપોર્ટ અનુસાર ત્યાંના સ્વાસ્થ્ય વિભાગે આ વ્યક્તિમાં નવા સ્ટ્રેન મળવાની જાણકારી આપી છે. આ રિપોર્ટના અનુસાર આ વ્યક્તિમાં કોરોનાના કોઇ લક્ષણ નથી અને હાલ તેમણે હોમ આઇસોલેશનમાં રાખવામાં આવ્યા છે.

મહત્વનું છે તે, કોરોના વાયરસના નવા સ્ટ્રેનનો પ્રથમ કિસ્સો બ્રિટનમાં જોવા મળ્યો હતો. કોરોનાનો આ નવો અવતાર હાલના વાયરસના મુકાબલે 70% વધુ ફેલાય છે. વિશ્વ સ્વાસ્થ્ય સંગઠનના અનુસાર કોરોનાના આ નવા સ્ટ્રેનના કેસ અત્યાર સુધી 8 યૂરોપીય દેશોમાં જોવા મળ્યા છે.

Leave a Reply

Your email address will not be published.