////

બ્રિટન બાદ આ દેશના બે લોકોમાં કોરોનાનો મળ્યો નવો સ્ટ્રેન

બ્રિટન બાદ હવે ઓસ્ટ્રેલિયાના બે લોકોમાં કોરોના વાયરસનો નવો સ્ટ્રેન જોવા મળ્યો છે. એક ન્યૂઝ એજન્સી આ જાણકારી આપી છે. એજન્સીના જણાવ્યાં અનુસાર કે ઓસ્ટ્રેલિયન સરકારે જણાવ્યું છે કે, બંને લોકો કેટલાક દિવસ પહેલા બ્રિટનની યાત્રાથી પરત ફર્યા છે. કોરોનાના આ નવા સ્ટ્રેનને VUI-202012/01 નામ આપવામાં આવ્યું છે. આશંકા છે કે, પહેલા વાયરસથી 70 ટકા વધારે સંક્રમણ ફેલાવનાર છે. આ વચ્ચે યૂરોપિયન મેડિસિન રેગ્યુલેટરે ફાઈઝર અને બાયોએનટેક દ્વારા બનાવેલી કોવિડ-19 વેક્સિનના ઉપયોગને મંજૂરી આપી દીધી છે.

એક તરફ દુનિયા કોરોના વેક્સિનની રાહ જોઈ રહી હતી, પરંતુ મહામારીનો ખતરો હજુ પણ ઓછો થઇ રહ્યો નથી. બ્રિટનમાં વેક્સિનેશન શરૂ હોવા છતાં વાયરસમાં કોરોના વાયરસનો નવા એક પ્રકારની વાત સામે આવી છે. તેને લઈને વિશ્વમાં હડકંપ મચ્યો છે. આ તકે કેટલાક દેશોએ ઈન્ટરનેશનલ ફ્લાઈટ્સ પર પ્રતિબંધ લાદ્યો છે.

સાઉદી અરબ સરકારે ઈન્ટરનેશલ ફ્લાઈટ્સ પર એક અઠવાડિયાનું પ્રતિબંધ લગાવી દીધો છે. સાઉદીએ પોતાની બોર્ડર પણ એક અઠવાડિયા માટે સીલ કરી દીધી છે. સરકાર તરફથી કહેવામાં આવી રહ્યું છે કે, જે લોકો યૂરોપીયન દેશોથી સાઉદી આવ્યા છે, તેમને બે અઠવાડિયા માટે આઈસોલેશનમાં રહેવું પડશે. જ્યારે જે લોકો પાછલા 3 મહિનામાં યૂરોપ અથવા નવા કોરોના સ્ટ્રેનવાળા વિસ્તારમાંથી આવ્યા છે, તેમને કોરોના ટેસ્ટ કરાવવા પડશે.

તુર્કીએ પણ બ્રિટન, ડેનમાર્ક, સાઉથ આફ્રિકા અને નેધરલેન્ડથી આવનારી ફ્લાઈટ પર પ્રતિબંધ લગાવી દીધો છે. 13 યૂરોપીયન દેશ ફ્રાંસ, જર્મની, ઈટલી, સ્વિટ્ઝલેન્ડ, પોર્ટૂગલ, બેલ્ઝિયમ, ઓસ્ટ્રિયા, બુલ્ગારિયા, ડેનમાર્ક, ફિનલેન્ડ, રોમાનિયા, ક્રોએશિયા અને નેધરલેન્ડ્સે પણ યુકેથી આવનાર ફ્લાઈટ્સ પર પ્રતિબંધ લગાવી દીધો છે.

આ વચ્ચે ભારતે પણ 31 ડિસેમ્બર સુધી યૂકેથી આવનારી ફ્લાઈટ પર પ્રતિબંધ લગાવી દીધો છે. આ પ્રતિબંધ આજે રાત્રે 12 કલાકથી લાગુ થઈ જશે. આ ઉપરાંત કેનેડા, આયર્લેન્ડ, ચિલી જેવા કેટલાક અન્ય દેશોએ પણ બ્રિટનથી આવનારી અને જનારી ફ્લાઈટ પર પ્રતિબંધ લગાવી દીધો છે.

વાયરસમાં સતત મ્યૂટેશશન થતું રહે છે, એટલે તેના ગુણ સતત બદલાઇ રહ્યાં છે. મ્યૂટેશન હોવાથી મોટાભાગના વેરિએન્ટ જાતે જ ખત્મ થઇ જાય છે, પરંતુ ક્યારેક-ક્યારેક આ પહેલાથી પણ વધારે ખતરનાક અને મજબૂત બની જાય છે. આ પ્રોસેસ એટલી ઝડપી થાય છે કે, વૈજ્ઞાનિક એક પ્રકારને સમજે તે પહેલા જ બીજો નવો પ્રકાર સામે આવી જાય છે. વૈજ્ઞાનિકોનો અનુમાન છે કે, કોરોના વાયરસનો જે નવો પ્રકાર બ્રિટનમાં મળ્યો છે, તે પહેલાથી 70 ટકા વધારે ખતરનાક હોઇ શકે છે.

Leave a Reply

Your email address will not be published.