/

કોરોનાનો કહેર : બ્રિટનના પીએમ બોરિસ જોનસનનો કોરોનાનો રિપોર્ટ પોઝિટિવ

ચીન, ઈટલી, ઈરાક, અમેરિકા અને ભારત બાદ હવે કોરોના બ્રિટનમાં તબાહી મચાવી રહ્યો છે. પ્રિન્સ ચાર્લ્સ બાદ હવે પીએમ બોરિસ જોનસનનો રિપોર્ટ કોરોના પોઝિટિવ આવતા હાહાકાર મચી જવા પામ્યો છે.. કોરોના વાયરસે વિશ્વના 190થી વધુ દેશમાં હાહાકાર મચાવ્યો છે જ્યારે વિશ્વભરમાં કોરોનાથી પીડાતા દર્દીઓની સંખ્યા 5 લાખથી વધુ નોંધાઈ છે જેમાં 24 હજારથી વધુ લોકોએ જીવ ગુમાવ્યો છે. સારી વાત એ છે કે 1 લાખ 23 હજાર લોકો કોરનાથી સાજા પણ થયા છે જેમને હોસ્પિટલમાંથી રજા અપાઈ છે. તો ચીન કરતા ઈટલી અને સ્પેનમાં વધારે મૃત્યુઆંક નોંધાયો છે.. ઈટલીમાં અત્યાર સુધીમાં 8 હજારથી વધુ લોકોના મોત થયા છે જ્યારે સ્પેનમાં 4 હજારથી વધુ લોકોના મોત થયા છે.. ચીનના વુહાનથી ફેલાયેલા કોરોના વાયરસથી સૌથી વધુ અસર યુરોપમાં જોવા મળી છે.. જ્યારે હાલમાં આવેલા નવા રિપોર્ટ મુજબ બ્રિટનના વડાપ્રધાન બોરિસ જોનસનનો પણ કોરોના ટેસ્ટ પોઝિટિવ આવ્યો છે. ઉલ્લેખનીય છે કે કોરોના વાયરસે બ્રિટનના પ્રિન્સ ચાર્લ્સને પણ ઝપેટમાં લીધા છે તો હવે વડાપ્રધાનનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવતા બ્રિટનમાં ફફડાટ જોવા મળી રહ્યો છે.

Leave a Reply

Your email address will not be published.