/

Corona Breaking : કોરોનાનું પગેરું પાટનગર પહોંચ્યું, કુલ 9 કેસ

કોરોનાના વાયરસના કેહરને કારણે રાજ્યના લોકોના આરોગ્યને ધ્યાનમાં લઇને સરકાર દ્વારા રાજ્યની તમામ શાળાઓ અને કોલેજોના વિદ્યાર્થીઓને 29 માર્ચ સુધીમાં વેકેશન આપવામાં આવ્યું છે, મોલ, મલ્ટીપ્લેક્સ, ગાર્ડન અને તમામ પર્યટક સ્થળો પણ બંધ કરી દેવામાં આવ્યા છે. પરંતુ હવે કોરોના વાયરસના ખતરાને કારણે ગુજરાતમાં ચૂંટણી રદ થઈ શકે છ. ગુજરાતમાં પણ કોરોના વાયરસના પગલે લોકોને એકઠા થવાની મનાઈ હોવાથી ચૂંટણીપંચ દ્વારા નોટીફીકેશન બહાર પાડીને આગામી દિવસોમાં યોજાનારી તાલુકા પંચાયત અને નગરપાલિકાની પેટા ચૂંટણીને રદ્દ કરવામાં આવી છે.

રાજ્યમાં 22મી માર્ચના રોજ રાજ્યની 17 નગરપાલિકા અને તાલુકા પંચાયતની પેટા-ચૂંટણી યોજવાની હતી. અલગ-અલગ પાર્ટીઓ દ્વારા પેટા-ચૂંટણીને લઇને પ્રચાર અને પ્રસાર પણ શરૂ કરવામાં આવ્યો હતો પરંતુ ગુજરાતમાં કોરોના વાયરસના પોઝીટીવ કેસ સામે આવતા રાજ્ય ચૂંટણીપંચ દ્વારા આ 22 માર્ચના રોજ યોજાનારી પેટા-ચૂંટણીને રદ્દ કરવામાં આવી છે. ચૂંટણી દરમિયાન મોટી સંખ્યામાં લોકો મત આપવા માટે એકઠા થતા હોય છે ત્યારે કોરોના વાયરસના કારણે લોકોના આરોગ્યને ધ્યાનમાં લઇને રાજ્યના ચૂંટણીપંચ દ્વારા આ મહત્ત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે.

Leave a Reply

Your email address will not be published.