//

કોરોનાની જંગ લડી રહેલા ડોકટરોએ ગૃહમંત્રાલય પાસે માંગી CRPFની સુરક્ષા

કોરોના સામે જંગ લડી રહેલા ડોકટરો સાથે અનેક વાર ખરાબ વર્તન કરવામાં આવી રહ્યું છે અને ડોકટરો પર અવાર નવાર હુમલો કરવામાં આવે છે જેના કારણે ડોકટરોએ સીઆરપીએફની સુરક્ષાની માંગણી કરી છે. એમ્સ હોસ્પિટલના ડોકટર સંગઠન દ્વ્રારા ગૃહમંત્રી અમિતશાહને પત્ર લખી માંગ કરી છે.. ઉલ્લેખનીય છે કે હૈદરાબાદમાં ડોકટરો પર હુમલો કરવામાં આવ્યો હતો જેના કારણે સમગ્ર ડોકટર સંગઠનોમાં રોષ ફેલાયો છે. સંગઠને પત્રમાં લખ્યું છે કે, ડોકટરો કોરોના સામે રાત દિવસ લડી રહ્યા છે.. ડોકટરો પોતે કોરોના પોઝિટિવ થઈ રહ્યા હોવા છતા પોતાની ફરજ નિભાવી રહ્યા છે ત્યારે હવે ડોકટરોની સુરક્ષા માટે હોસ્પિટલમાં સીઆરપીએફને ડ્યુટી પર મૂકવામાં આવે.. સાથેજ ડોકટરોએ માંગ કરી છે કે કોરોનાની સારવારમાં લાગેલા તમામ સ્વાસ્થ્ય કર્મીઓને સુરક્ષાના ઉપકરણો પૂરા પાડવામાં આવે.

Leave a Reply

Your email address will not be published.