/

દુનિયાભરમાં ફફડાટ ફેલાવનાર કોરોના વાયરસથી ગુજરાતના વેપારીઓ કેમ ખુશ : જાણો

કોરોના વાયરસને લઇને સમગ્ર વિશ્વમાં જ્યારે હાહાકાર મચ્યો છે. તો બીજી બાજુ કોરોનના શંકાસ્પદ કેશ ગુજરાતમાં પણ નોંધવાના શરુ થઇ ગયા છે. ત્યારે સુરતના કાપડ ઉદ્યોગ ઉપર આનો મોટો ફાયદો જોવા મળી રહ્યો છે. સુરતના કાપડ બજારમાં કાપડની મોટી માંગ ઉઠવા પામી છે. જેનું મુખ્ય કારણ ચીનથી આવતુ કાપડ હાલ ભારતમાં જ નહી પરંતુ વિશ્વના મોટાભાગના દેશોમાં પ્રતિબંધિત કરવામાં આવ્યુ છે.

દેશભરમાં છેલ્લા કેટલાંય સમયથી મંદીનીનો માહોલ ચાલી રહ્યો છે. ખાસ સુરત કાપડ માર્કેટમાં નોટાબંધી બાદ મંદીની મોટી ઝપેટમાં આવી ગયું છે. ત્યારે હાલ એક નવી ચેતનાના સંચાર થઇ રહ્યા છે. આ ચેતના કોરોન વાયરસને લઇને આવી છે. સુરતના કાપડની આજે વૈશ્વિક માંગ ઉઠવા પામી છે જેનું કારણ છે કોરોના વાયરસ. કોરોના વાયરસને કારણે વિશ્વના મોટેભાગના દેશોએ ચીનથી તમામ વસ્તુઓની આયાત ઉપર રોક લગાવી દીધી છે. આ રોક લાગવાથી ચીનથી આવતુ સસ્તુ કાપડ પણ હવે દુનિયાના દેશોમાં નથી આવતુ આ કારણે ભારતના કાપડની માર્કેટમાં ડિમાન્ડ વધી રહી છે.

વર્ષો બાદ ખાસ કરીને સુરતના કાપડની પણ માર્કેટમાં ડિમાન્ડ વધી છે. ડિમાન્ડ વધવાને કારણે હાલ કાપડના ઉત્પાદનમાં પણ વધારો થયો છે. રોજીંદુ 25 લાખ થી 50 લાખ મીટર કાપડના ઉત્પાદનમાં વધારો થયો છે. તો સાથે સાથે ગ્રે કાપડના ભાવમાં પણ વધારો નોંધાયો છે.

કોરોના વાયરસના કારણે દુનિયાભરમાં ભલે ફફડાટ હોય પણ ગુજરાતના વેપારીઓને તો ફાયદો થયો છે . વેપારી હાલ ઉત્સાહી દેખાઇ રહ્યા છે. કારણ કે વેપારની વૈશ્વિક ડિમાન્ડમાં વધારો થયો છે. ખાસ કરીને બાંગ્લાદેશ અને વિયેતનામમાં ચીન દ્વારા માલ ડમ્પ કરવામાં આવતો હતો અને ત્યાર બાદ તે માલ ભારત આવતો હતો, જે માલ હાલ રોકાઇ ગયો છે.

મહત્વની વાત તો એ છે કે છેલ્લા 13 વર્ષથી એક આફ્રિકન બાયર્સ ભારત આવતા ન હતા તેઓ બે દિવસ પહેલા મુંબઇ આવ્યા અને તેમના દ્વારા સુરતની એક મિલનું આખા વર્ષનું પ્રોડક્શન ખરીદી લેવામાં આવ્યું છે. ત્યારે ખરેખર કહી શકાય છે કોરોના વાયરસથી સુરતને ફાયદો થયો છે, ચીનમાં વાયરસથી ચીનને આર્થિક રીતે ફટકો પડી રહ્યો છે ત્યારે સુરતના કાપડ બજારને આર્થિક રીતે ફાયદો મળી રહ્યો છે.

Leave a Reply

Your email address will not be published.