મધ્યપ્રદેશની રાજધાની ભોપાલમાં બુધવારે કોરોનાવાયરસના સંક્રમણનો બીજો કેસ સામે આવ્યો હતો. રવિવારે પ્રોફેસર કોલોનીમાં પોઝિટીવ રિપોર્ટ આવેલી એક યુવતીના પિતામાં પણ સંક્રમણ જોવા મળ્યું છે. જે યુવતીના પિતા પત્રકાર છે. તેઓ 20 માર્ચના પૂર્વ મુખ્યમંત્રી કમલનાથની પ્રેસ કોન્ફરન્સમાં સામેલ થયા હતા. તેમાં કમલનાથે રાજીનામાની જાહેરાત કરી હતી. પત્રકારમાં સંક્રમણ સામે આવ્યા બાદ કમલનાથે પોતાને આઇસોલેટ કર્યા છે. તો પ્રેસ કોન્ફરન્સમાં ઉપસ્થિત દરેક પત્રકારને ક્વોરન્ટાઇનમાં જવું પડી શકે છે. મધ્યપ્રદેશના છ જિલ્લાઓમાં સંક્રમણ પહોંચી ગયું છે. અત્યારસુધી જબલપુરમાં 6, ઇન્દોરમાં 4, ભોપાલમાં 2 તેમજ ઉજ્જૈન, ગ્વાલિયર અને શિવપુરીમાં એક-એક પોઝિટીવ કેસ મળ્યા છે. મધ્યપ્રદેશમાં કોરોના કેસની સંખ્યા 15 થઇ ગઇ છે.
શું ખબર...?
કાળમુખો કોરોના- મધ્યપ્રદેશમાં કોરોનાના 15 કેસ, કમલનાથની પ્રેસ કોન્ફરન્સમાં સામેલ થયેલો પત્રકાર કોરોના પોઝિટીવ
