//

પાટણમાં કોરોનાના દર્દીનું મોત, મૃત્યુઆંક 13એ પહોંચ્યો

રાજ્યમાં કોરોનાના પોઝિટિવ કેસોની સંખ્યામાં વધારો થઈ રહ્યો છે તો રાજ્યના 33 જિલ્લાઓમાંથી 17 જિલ્લામાં કોરોનાના પોઝિટિવ કેસ નોંધાયા છે. જો કે બપોર બાદ પાટણમાં અત્યાર સુધીમાં નોંધાયેલા 5 કોરોનાના દર્દીમાંથી 45 વર્ષીય પુરૂષનું મોત થયું છે.. સિદ્ધપુરની તમન્ના સોસાયટીમાં રહેતા મૃતકનું ધારપુર સીવિલમાં મોત થયું છે.. તો આની સાથેજ રાજ્યમાં મૃત્યુઆંક 13 પર પહોંચ્ય છે. અગ્ર સચિવ જ્યંતિ રવિએ જણાવ્યા અનુસાર રાજ્યમાં સોમવારથી લઈ અત્યાર સુધી 19 નવા પોઝિટિવ કેસ નોંધાયા છે.. મોડા રાતે 2 વાગે આસપાસ ભાવનગરમાં એક અને મંગળવાર સવારે હિંમતનગર, આણંદમાં એક અને સિદ્ધપુરના નેદ્રા ગામમાં એક પોઝિટિવ કેસ નોંધાયો છે.

Leave a Reply

Your email address will not be published.