///

ક્યાં શહેરના નગરસેવકો બન્યા હત્યારા જાણો

રાજકોટ ના ગોંડલ રાલુકાના ભરૂડી ગામની સિમ માંથી મળેલા મૃતદેહ નો ભેદ ઉકેલાયો છે. રાજકોટ જિલ્લા પોલીસે છ શકશો સામે ફરિયાદ નોંધી ત્રણ શકશો ની ધરપકડ કરી છે. હત્યામાં ગોંડલ નગરપાલિકા ના બે સભ્યો ની સંડોવણી પણ સામે આવી છે. જોકે પાલિકાના બે સભ્યો સહિત અન્ય એક વ્યક્તિ હજી પોલીસ પકડ થી દુર છે.

રાજકોટ જિલ્લાના ગોંડલ તાલુકાના ભરૂડી ગામની સીમ માંથી હત્યા કરાયેલી હાલતમાં એક વ્યક્તિ નો મૃતદેહ મળી આવ્યો હતો. પોલોસની પ્રાથમિક તપાસમાં શંકરરામ નામના યુવાનનો મૃતદેહ હોવાનું સામે આવ્યું હતું. બનાવની જાણ થતાં તાલુકા પોલીસ, LCB સહિતનો પોલીસ કાફલો દોડી જઇ તપાસ હાથ ધરી હતી. સમગ્ર હત્યાનો મામલો પોલીસ ગણતરીની કલાકોમાં જ ભેદ ઉકેલી નાંખ્યો છે. હત્યા પાછળ ગોંડલ નગરપાલિકા બે સદસ્યો રાષ્ટ્રીય વિકાસ ઝુંબેશ પાર્ટીમાંથી પાલિકાની ચૂંટણી જીતી ભાજપનો ખેસ ધારણ કરનાર રવિ કાલરીયા જે નગરપાલિકા વીજળી શાખાનો ચેરમેન હતા, સિક્યુરિટી ઇન્ચાર્જ અને સરદારધામ ગોંડલ તાલુકાના પ્રમુખ શૈલેષ ફૌજી, અક્ષય ઉર્ફે ભાણો, વિનોદ, અશોક રૈયાણી, આશીષ ટીલવાના નામ ખુલ્યા છે. યુવાન પર ચોરીની શંકા કરી પ્લાસ્ટિકના પાઇપ વડે ઢોર માર મારી હત્યા નિપજાવી હતી.

પોતાના કારખાનામાં જ રસોયાનું કામ કરતા શંકરરામ પર ચોરી ના આરોપ લગાવવામાં આવ્યો અને તેને ધોરમાર મારવામાં આવ્યો બાદમાં શંકરરામ ને તેના સગા ને સોંપી દીધો હતો. શંકરરામ ના સગા તેને લઈને જતા હતા ત્યારે રસ્તામાં શંકરરામ નું મોત થયું હતું જે બાદ શંકરરામ ના સગા પણ તેને રસ્તા પર મૂકી ચાલ્યા ગયા હતા.

પુરાવા નો નાશ કરવા CCTV ફૂટેજ ડિલીટ કર્યા :

શંકરરામ ને ઢોર માર માર્યા અને બાદમાં તેને સગા ને સોંપી દેવાની સમગ્ર ઘટના સીસીટીવી માં કેદ થઈ હતી. જોકે સીસીટીવી ફૂટેજ પણ ડીલીટ કર્યા હતા. હાલતો પોલીસે હત્યામાં સંડોવાયેલા ત્રણ શખ્સોની ધરપકડ કરી છે જોકે હાજી પણ પાલિકાના બે સભ્યો સહિત ત્રણ લોકો ની પકડવાના બાકી છે. પોલીસે અલગ અલગ ટિમો બનાવી આગળની કાર્યવાહી હાથ ધરી છે.

Leave a Reply

Your email address will not be published.