//

ખંભાળિયા પાલિકાનો ભ્રસ્ટાચાર સ્મશાન ભૂમિ સુધી પહોંચ્યો

સામાન્યરીતે  સરકારી કચેરીઓ અને અધિકારીઓ ભ્રસ્ટાચાર કરતા હોવાનું વખતો વખત સામે આવે છે પરંતુ હવે ભ્રસ્તાચારી લોકો સ્મશાન ભૂમિમાં પણ પોતાનો પગ પેસારો કરીને ત્યાંથી પણ કમાણી કરતા હોઈ તેવા આક્ષેપ ભાજપ નગરપાલિકા વિપક્ષ નેતાએ કર્યા છે

દેવભૂમિ દ્વારકા જિલ્લાના ખભાળિયામાં વર્ષો જૂનું સ્મશાન આવેલ છે તે સ્મશાનમાં આવતા જતા લોકોને બેસવાની સારી સુવિધા મળી રહે તેમાટે સાંસદસભ્ ની ગ્રાન્ટ માંથી બેન્ચ કેમેરા સીસીટીવી કેમરા સહીતની સુવિધા ઉપબ્ધ કરવામાં આવી હતી પરંતુ ભાજપ શાસિત નગરપાલિકાના સત્તાધીશોએ સ્મશાન ભૂમિનું મેન્ટેનેન્સ સમય સાર નહિ કરાવતા આજે સમશાન ભૂમિ વિરાન વગડા જેવી બની રહી છે અને ઠેર ઠેર ગંદકીઓ જોવા મળી રહી છે એસી બંદ હાલતમાં છે અને બેસવા માટેની બેંચો પણ તૂટી ફૂટી હાલતમાં જોવા મળી રહી છે

ત્યારે ખભાળિયા નાગપાલિકા વિપક્ષ નેતાએ સ્મશાનની મુલાકાત લઇ અને સત્તાધારીપક્ષ સામે આકરા પ્રહાર કરી જણાવ્યું હતું કે ઇલેક્ટ્રિક મશીન બંદ છે મેન્ટેનેન્સના ટેન્ડરો બહાર પાડીને લગતા વળગતા લોકોને કામ આપીને મોટા ભ્રસ્ટાચાર આચરવામાં આવતા હોવાના આક્ષેપ કરવામાં આવી રહ્હ્યા છે વિપક્ષ નેતા સુરેશ પોપટે જણાવ્યું હતું કે અહીં એક વર્ષથી કોઈ પણ પ્રકારની સફાઈ થઇ નથી અને બેસવાની જગ્યા પર પક્ષીઓના ચરક અને મસીનો પાર કાટ લાગી જાય તેવી સ્થિતિ છે  ભાજપ શસિત પાલિકાના ભ્રસ્ટાચારને વિપક્ષ નેતા ખુલ્લો પાડવા મેદાનમાં ઉતર્યા છે.

Leave a Reply

Your email address will not be published.