///

મહેસાણાના બેચરાજી APMCની યોજાયેલી ચૂંટણીની આજે મતગણતરી

કોરોનાકાળ વચ્ચે મહેસાણાના બેચરાજી APMCની યોજાયેલી ચૂંટણીની મતગણતરી આજે મંગળવારે હાથ ધરવામાં આવશે. આમ મતગણતરી બાદ બેચરાજી APMCની સત્તા કોની પાસે જશે તે નક્કી થશે. ચૂંટણીમાં ભાજપના જ બે જૂથ વચ્ચે સત્તા માટે ખેંચતાણ છે.

મહેસાણાના બેચરાજી APMCની સત્તા માટે ભાજપના જ બે જૂથ વચ્ચે ખેંચતાણ જોવા મળી રહી છે. જેમાં વિઠ્ઠલ પટેલ અને રજની પટેલનું જૂથ આમને-સામને જોવા મળ્યું છે.

આજરોજ મંગળવારે સવારે 11 કલાકે મતગણતરી શરુ કરવામાં આવશે. જેમાં ખેડૂત વિભાગની 10 મંડળીની મત ગણતરી હાથ ધરાશે. જેમાં નક્કી થશે કે સત્તા કોની પાસે જશે.

ઉલ્લેખનીય છે કે આ અગાઉ મહેસાણાની બહુચરાજી APMC ચૂંટણીના પરિણામ જાહેર થઈ ગયા હતાં. જેમાં APMCની 5 બેઠકોનું પરિણામ જાહેર થયું હતું. આ તમામ બેઠક પર વર્તમાન ચેરમેનની પેનલનો વિજય થયો હતો. રજની પટેલ જૂથનો વિઠ્ઠલ પટેલની પેનલ સામે પરાજય થયો છે. રજની પટેલ જૂથને 10 મત મળ્યા છે. ચેરમેન વિઠ્ઠલ પટેલની પેનલને 29માંથી 18 મત મળ્યા હતાં.

Leave a Reply

Your email address will not be published.