/

વિધાનસભાની 8 બેઠકોની પેટાચૂંટણીના મત ગણતરીના સ્થળો નક્કી

ગુજરાત વિધાનસભાની 8 બેઠકોની પેટાચૂંટણી 3જી નવેમ્બરના રોજ યોજાઇ હતી. જેના પરિણામ 10 નવેમ્બરના રોજ આવશે. ત્યારે આઠ બેઠકોની પેટાચૂંટણી બાદ ભારતના મુખ્ય ચૂંટણી પંચે મતગણતરીની તૈયારી શરૂ કરી દીધી છે. પેટાચૂંટણીમાં મતગણતરી માટેના સ્થળો પણ જાહેર કરી દીધાં છે.

નોંધનીય છે કે, આ વખતે ધારી, કપરડા અને ગઢડા એમ ત્રણ બેઠકોમાં મત ગણતરી તાલુકા મથકે જ રાખવામાં આવી છે.

ઉલ્લેખનિય છે કે, બે દિવસ અગાઉ 3જી નવેમ્બરના રોજ મંગળવારે યોજાયેલા મતદાનમાં 18,75,032માંથી 11,39,163 મતદારોએ પોતાને મળેલા બંધારણીય અધિકારનો ઉપયોગ કર્યો હતો. આ 8 બેઠકો માટે કુલ 81 ઉમેદવારો મેદાનમાં હતાં. તેમનું ભવિષ્ય હાલ 3,024 EVMમાં સીલ છે. જેના ફરતે હાલમાં પેરામિલિટરી ફોર્સનો પહેરો છે. જે 10 નવેમ્બરને મંગળવારના રોજ સવારના 8 કલાકે ખુલશે.

કઇ જગ્યાએ મત ગણતરી થશે?

વિધાનસભા બેઠકમત ગણતરીની જગ્યા

અબડાસા – સરકારી ઈજનેરી કોલેજ, ભૂજ

લીંબડી – આર્ટ્સ એન્ડ સાયન્સ કોલેજ, સુરેન્દ્રનગર

કરજણ – પોલિટેકનિક કોલેજ, સયાજીગંજ, વડોદરા

ડાંગ – સરકારી સાયન્સ કોલેજ, આહવા

કપરાડા – સરકારી આર્ટસ કોલેજ, કપરાડા

મોરબી – સરકારી પોલિટેકનિક કોલેજ, મોરબી

ધારી – યોગીજી મહારાજ મહિલા કોલેજ, ધારી

ગઢડા – ભક્તરાજ દાદા ખાચર કોલેજ, ગઢડા

Leave a Reply

Your email address will not be published.