//

ભાવનગરના સિહોરમાં દંપતીએ સજોડે આપઘાત કર્યો

સિહોર નજીકના આંબલા ગામના અને જેલમાં સજા ભોગવી પેરોલ પર છુટેલા એક કેદીએ તેની પત્ની સાથે ગામથી દૂર ડુંગરાળ વિસ્તારમાં જઈ આપઘાત કર્યો છે. આ ઘટનાની જાણ થતાં પોલીસે ઘટનાસ્થળે પહોંચી કાર્યવાહી હાથ ધરી હતી.

સિહોર નજીકના આંબલા ગામનો એક વ્યકિત કોઈ ગુનામાં જેલની સજા કાપી રહ્યો હતો અને જે પેરોલ પર બહાર હતો. તે દરમિયાન તે તેની પત્નિ સાથે ઘરની બહાર નીકળી અને ડુંગરાળ વિસ્તારમાં ઝાડ પર ગળાફાંસો ખાઈ બંનેએ આત્મહત્યા કરી હતી. આ બનાવની જાણ તેના પરિવારજનો અને અન્ય લોકોને થતા તેઓ ઘટનાસ્થળે દોડી ગયા હતા અને સોનગઢ પોલીસને જાણ કરી હતી.

પોલીસને આ અંગે જાણ થતાં પોલીસ તુરંત ઘટનાસ્થળે પહોંચી હતી. બંનેના મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે હોસ્પિટલ ખાતે ખસેડ્યા હતાં. આ અંગે પોલસી આગળની તપાસ હાથ ધરી છે. આ બનાવમાં આપઘાત કરવા અંગેનું કોઈ કારણ હજુ બહાર નથી આવ્યું. નોંધનીય છે કે, આ દંપતીને ત્રણ સંતાનો પણ છે. જેની ચિંતા કર્યા વગર બંનેએ દંપતીએ પોતાના જીવનનો અંત આણી દીધો હતો.

Leave a Reply

Your email address will not be published.