///

કોર્ટે મહારાષ્ટ્ર ATSને મનસુખ હિરેન હત્યા કેસની તપાસ NIAને સોંપવાનો કર્યો આદેશ

હવે મનસુખ હિરેન હત્યા કેસની તપાસ નેશનલ ઈન્વેસ્ટિગશન એજન્સી કરશે. ઠાણેની કોર્ટે મહારાષ્ટ્ર ATSને મનસુખ હિરેન હત્યા કેસમાં તપાસ રોકવાનો તેમજ તેને NIAને સોંપવાનો આદેશ આપ્યો છે. આ અગાઉ મહારાષ્ટ્ર ATS દ્વારા આ કેસ સોંપવામાં ના આવતા NIAએ ઠાણે સેશન કોર્ટમાં અરજી દાખલ કરી હતી.

કેન્દ્રીય ગૃહમંત્રાલયના આદેશ બાદ પણ મહારાષ્ટ્ર ATS મનસુખ હિરેન હત્યા કેસની તપાસ NIAને સોંપવાનો ઈન્કાર કરી રહી હતી. ત્યારે મહત્વનું છે કે, એન્ટાલિયાની બહાર જે વિસ્ફોટકો ભરેલી સ્કોર્પિયો પાર્ક કરવામાં આવી હતી તે કારના માલિક મનસુખ હિરેન હતા. જેમનો મૃતદેહ તપાસના થોડા દિવસો બાદ મળી આવ્યો હતો.

તો બીજી બાજુ મનસુખ હિરેન કેસમાં મહારાષ્ટ્ર ATSએ સચિન વાઝે સાથે સંકળાયેલી વધુ એક કાર દમણથી કબ્જે કરી હતી. આ કાર સચિન વાઝેના પાર્ટનરની હતી અને આ કારના માલિક અને વાઝે વચ્ચે કનેક્શનની તપાસ કરવામાં આવી રહી છે. હાલ આ કારને ફોરેન્સિક તપાસ માટે મોકલી દેવામાં આવી છે.

મહત્વનું છે કે, મુકેશ અંબાણીના ઘર એન્ટાલિયા બહાર મળી આવેલી વિસ્ફોટકો ભરેલી સ્કોર્પિયો કાર કેસમાં સસ્પેન્ડેડ મુંબઈ પોલીસ અધિકારી સચિન વાઝેની મુશ્કેલી અટકવાનું નામ નથી લઈ રહી. નેશનલ ઈન્વેસ્ટિગેશ એજન્સીએ સચિન વાજે વિરુદ્ધ UAPA એક્ટ લગાવ્યો છે.

Leave a Reply

Your email address will not be published.