///

દૂધસાગર ડેરી વિવાદ: કોર્ટે વિપુલ ચૌધરીના 2 દિવસના રિમાન્ડ કર્યા મંજુર

મહેસાણા દૂધસાગર સાગર ડેરીના પૂર્વ ચેરમેન વિપુલ ચૌધરીના 4 દિવસના રિમાન્ડ પુરા થયા બાદ બુધવારે તેમને અમદાવાદ સીટી સિવિલ અને સેશન્સ કોર્ટમાં ફરીવાર રિમાન્ડ માટે રજૂ કરવામાં આવ્યા હતા. જ્યાં કોર્ટે વિપુલ ચૌધરીના 18મી ડિસેમ્બર સુધી અને મૌઘજી ચૌધરીના 19મી ડિસેમ્બર સુધીના રિમાન્ડ મંજુર કર્યા છે.

અમદાવાદ સીટી સિવિલ અને સેશન્સ કોર્ટે વિપુલ ચૌધરીના વધુ બે દિવસના રિમાન્ડ મંજુર કર્યા છે, જ્યારે મહેસાણા દૂધસાગર ડેરીના પૂર્વ વાઈસ ચેરમેન મૌઘજી પટેલના 3 દિવસ રિમાન્ડ મંજુર કર્યા છે. વિપુલ ચૌધરીની ધરપકડ બાદ હવે મૌઘજી ચૌધરીની CID ક્રાઈમ દ્વારા ધરપકડ કરવામાં આવી હતી. CID ક્રાઇમે મૌઘજી ચૌધરીને સાથે રાખીને ડેરીની પણ મુલાકાત લીધી હતી. આ કેસમાં કેટલા અન્ય લોકો પણ સંડોવાયેલા છે તેની હાલ તપાસ કરવામાં આવી રહી છે.

નોંધનીય છે કે, ગત સુનાવાણીમાં ગાંધીનગર CID ક્રાઈમ દ્વારા તપાસ માટે કોર્ટમાં વિપુલ ચૌધરીના 14 દિવસના રિમાન્ડ માગવામાં આવ્યા હતા, જેની સામે કોર્ટે તેમના 16 ડિસેમ્બર સુધીના રિમાન્ડ મંજુર કર્યા હતા. આ રિમાન્ડ પૂર્ણ થતાં વધારાના રિમાન્ડ માટે આજે ફરીવાર વિપુલ ચૌધરીને રજૂ કરવામાં આવ્યા હતા. આમ CID ક્રાઇમે તપાસ માટે કોર્ટ સમક્ષ કુલ 11 કરોડ રજૂ કરી રિમાન્ડની માંગ કરી હતી. નોંધનીય છે કે, આગામી સપ્તાહમાં સુધી દૂધ સાગર ડેરીની બોર્ડ ઓફ ડિરેક્ટરની ચૂંટણી જાહેર થાય તેવી શકયતા વ્યક્ત કરાઈ રહી છે.

મહત્વનું છે કે, મહેસાણા બી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં 2014માં નોંધાયેલી ફરિયાદ પ્રમાણે વિપુલ ચૌધરી પર વિનામૂલ્યે સાગરદારણ મહારાષ્ટ્ર મોકલી કૌભાંડ આચરવાનો આક્ષેપ છે. આ કેસમાં ફરિયાદ દાખલ થયા 6 વર્ષ પછી ગાંધીનગર CID ક્રાઈમ દ્વારા વિપુલ ચૌધરીની ધરપકડ કરવામાં આવી હતી.

Leave a Reply

Your email address will not be published.